Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરિયદ-ગોલીવાડા વચ્ચે અકસ્માત:કામ પૂરું કરી એક્ટિવા પર આવતાં શ્રમિકનું કારની ટક્કર વાગતાં મોત

    1 day ago

    પાટણના સરિયદ-ગોલીવાડા વચ્ચે દશામાના મંદિર પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું,જ્યારે તેની સાથેના શ્રમિકને ઇજા થઈ હતી. બંને ગોલીવાડા ગામે મજૂરીકામ પૂરું કરીને એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવેલી સફેદ કારે ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો.પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણના સરિયદ-ગોલીવાડા માર્ગ પર 16 ઓક્ટોબરની સાંજે દશામાના મંદિર નજીક મંગલચંદ ભાજીયા એક્ટિવા પર સાથી શ્રમિક સાથે પરત ફરી રહ્યા હતા. બંને ગોલીવાડા ગામે મજૂરીકામ પૂરું કરીને નીકળ્યા હતા. આ દરમિયાન સામેથી આવેલી સફેદ કારે તેમના એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કરથી મંગલચંદને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે સાથેના શ્રમિકને પણ ઇજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થળ પર લોકો એકઠા થયા હતા. 108 એમ્બ્યુલન્સના તબીબે મંગલચંદને તપાસતાં તેનું મોત થયેલું હતું.ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે પાટણ લઈ જવાયો હતો. બનાવની જાણ થતાં મંગલચંદના ભાઈ સુવાલાલ ભાજીયા પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ અંગે સરસ્વતી પોલીસ મથક એ સુવાલાલ ભાજીયાએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:હિંમતનગરમાંથી ચોરીની 2 બાઈક સાથે શખ્સ ઝડપાયો
    Next Article
    ઓછા વરસાદથી ઉર્જા ઉત્પાદન પર અસર થતા વીજકાપ મુકાયો‎:ખેતીવાડીનો વીજપુરવઠો સાંજે 5 વાગ્યે બંધ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment