Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સામવેદી બ્રાહ્મણોની અનોખી પરંપરા:કુળદેવી બિન્દુક્ષણી માતાના મંદિરે મડા સાતમની ઉજવણી, નનામી પર બેસી સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

    22 hours ago

    પાટણ શહેરમાં વસવાટ કરતા સામવેદી બ્રાહ્મણ સમાજ દ્વારા નવરાત્રિના સાતમના દિવસે પરંપરાગત રીતે મડા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના લોકો પાટણ સ્થિત કુળદેવી બિન્દુક્ષણી માતાના મંદિરે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. અહીં માતાજીની વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ પ્રતીકાત્મક નનામી પર બેસીને સમગ્ર વર્ષ દરમિયાન પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌ નિરોગી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. લીમડાની ડાળીઓમાંથી બનાવાય છે નનામી સામવેદી બ્રાહ્મણ સમાજની આ પરંપરામાં કુળદેવી બિન્દુક્ષણી માતાના વાહન સમાન સબ વાહિનીના પ્રતીકરૂપે લીમડાની ડાળીઓમાંથી નનામી તૈયાર કરવામાં આવે છે. સમાજના લોકો આ નનામી પર બેસીને માતાજી સમક્ષ આરોગ્ય અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. વર્ષોથી ચાલી આવતી આ વિશિષ્ટ ધાર્મિક પરંપરા સમાજની શ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક બની રહી છે. રાજસ્થાનના ભીનમાળ સાથે જોડાયેલો પરંપરાનો ઇતિહાસ સમાજની માન્યતા મુજબ, સામવેદી બ્રાહ્મણોનું મૂળ વતન રાજસ્થાનનું ભીનમાળ હતું. વર્ષો પહેલાં ત્યાં રોગચાળો ફેલાવા અને અત્યાચાર વધવાને કારણે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હતો. તે સમયે રોગચાળા અને અત્યાચારથી બચવા માટે બ્રાહ્મણોએ નનામી બનાવી તેના પર સૂઈને સ્થળાંતર કર્યું હતું અને ત્યારબાદ પાટણ તથા ખેરાલુમાં વસવાટ કર્યો હતો. કુળદેવીના વાહન સાથે જોડાયેલી માન્યતા અને આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં મડા સાતમની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આધુનિક યુગમાં પણ પરંપરા યથાવત્ સમયના બદલાવ વચ્ચે પણ સામવેદી બ્રાહ્મણ સમાજે પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. દર વર્ષે આસો સુદ સાતમના દિવસે સમાજના અબાલ-વૃદ્ધ સૌ કોઈ શ્રદ્ધાપૂર્વક કુળદેવીના મંદિરે પહોંચે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે. મડા સાતમની ઉજવણી દ્વારા નવી પેઢીને પણ સમાજના ઇતિહાસ, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત સંસ્કારોનો પરિચય મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં વરસાદી કાંસમાં પડી જતાં 19 વર્ષીય યુવતીનું મોત:દોઢ કલાકની રેસ્ક્યૂ કામગીરી બાદ મૃતદેહ બહાર કઢાયો, સ્થાનિકોએ કહ્યું: કોર્પોરેશનની બેદરકારીના કારણે જ આ છોકરીનું મૃત્યુ થયું છે
    Next Article
    પેરા એશિયન ગેમ્સ- ઓપનિંગ સેરેમનીમાં પ્રમોદ-સિમરણે તિરંગો લહેરાવ્યો:ભારતના 168 એથ્લેટ્સ લેશે ભાગ, 24 ઑક્ટોબર સુધી ચાલશે રમતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment