Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડનથી પરત ફર્યા બાદ પતિ ત્રાસ આપતા પત્નીનો આપઘાત:સટ્ટામાં રૂપિયા હારી જતાં દહેજની માંગણી કરતો, પગાર પણ ઝૂંટવી મારઝૂડ કરતો

    11 hours ago

    અમદાવાદના જશોદાનગરની શિવાનંદ બંગ્લોઝ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પરિણીતા દિપિકાએ પતિના શારીરિક-માનસિક ત્રાસ, શંકા અને દહેજની માંગણીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. લંડનથી પરત આવ્યા બાદ પતિ બેરોજગાર બની સટ્ટાની લતે ચડી જતાં આર્થિક તંગીના કારણે પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે વટવા જીઆઇડીસી પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લંડનમાં કંપની બંધ થતા બન્ને અમદાવાદ પરત ફર્યા હતા ​મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને પેઇન્ટિંગકામ કરતા દિનેશભાઈ ભવરલાલ પવારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની 26 વર્ષીય પુત્રી દિપિકાના લગ્ન 31 જાન્યુઆરી, 2024એ જશોદાનગર ખાતે રહેતા હાર્દિક સંજયભાઈ બોડાણા સાથે થયા હતા. લગ્ન બાદ દિપિકા અને હાર્દિક બંને કંપની તરફથી નોકરી માટે લંડન ગયાં હતાં. જોકે, 10 મહિના બાદ ત્યાં કંપની બંધ થઈ જતાં બંને અમદાવાદ પરત ફર્યા હતા. ટ્યુશનનો પગાર પડાવી પિયરમાંથી પૈસા લાવવા દબાણ બાદમાં હાર્દિક કોઈ નોકરી-ધંધો કરતો નહોતો અને તેને સટ્ટો રમવાની ટેવ પડી ગઈ હતી. સટ્ટામાં મોટી રકમ હારી જતાં તે પૈસા બાબતે તેમજ નાની બાબતોમાં દિપિકા પર શંકા રાખી મારઝૂડ કરતો હતો. આટલું જ નહીં ઘરખર્ચ ચલાવવા માટે દિપિકાએ વસ્ત્રાલ વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસમાં નોકરી શરૂ કરી હતી, પરંતુ પતિ તે પગાર પણ પડાવી લેતો હતો અને દહેજમાં કંઈ આપ્યું નથી કહી મેણાં-ટોણાં મારી પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો અગાઉ પણ તેણે દિપિકાને માર મારી ઘરની બહાર ઓસરીમાં સૂવા મજબૂર કરી હતી. આખરે ત્રાસથી કંટાળી દિપિકાએ 15 ઓક્ટોબરે બપોરે પોતાના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. આ અંગે વટવા જીઆઇડીસી પોલીસે હાર્દિક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગ્વાલિયર અકસ્માતની 17 તસવીરો:ટ્રકમાં ફસાયેલા રહ્યા શ્રદ્ધાળુઓ, બચાવવા માટે ત્યાં જ ઈન્જેક્શન આપવામાં આવ્યું; પોલીસ પહેલાં લોકોએ રેસ્ક્યુ કર્યું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ન્યુ રાણીપની કૃષ્ણમ સ્ટેટ્સમાં લીલા વસ્ત્રોમાં ગરબા, સોસાયટીના સભ્યોએ અંબે માની આરતી કરી હિંચ-ટેટુડો રમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment