Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે અકસ્માતમાં બેનાં મોત, બે ઇજાગ્રસ્ત:કર્ણાવતી કલબ પાસે ટ્રકની ટક્કરે ગરબા રમવા જતી યુવતીનું મોત, વિરાટનગર બ્રિજ પાસે કાર ચાલકે અડફેટે લેતા પુત્રનું મોત

    1 day ago

    અમદાવાદમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં કર્ણાવતી કલબ પાસે ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ગરબા રમવા જતી યુવતીનું મોત થયું અને બહેન ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે વિરાટનગર બ્રિજ પાસે આઠમમાં ગામડે જવા બસની રાહ જોઇને ઉભા રહેલ માતા-પુત્રને કાર ચાલકે અડફેટે લેતા પુત્રનું મોત થયું અને વૃદ્ધ માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંને બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 2 બહેનો કર્ણાવતી ક્લબમાં ગરબા રમવા જતી હતી ચાંદલોડિયા સાયોના ચાર રસ્તા પાસે આવેલા મૃદુલપાર્કમાં 27 વર્ષીય પાયલબેન કુરડીયા પરિવાર સાથે રહે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત 16 ઓક્ટોમ્બરે રાત્રે પોતાના મિત્રો અને કાકા-બાપાની બહેનો સાથે કર્ણાવતી ક્લબમાં ગરબે રમવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ​રાત્રે તમામ લોકો પોતપોતાના ટુ-વ્હીલર પર ઘરેથી નીકળ્યા હતા. જેમાં પાયલબેનની 25 વર્ષીય નાની બહેન આરતી પોતાના એક્ટિવા પર તેમની પિતરાઈ બહેન 23 વર્ષીય કોમલને પાછળ બેસાડીને કર્ણાવતી ક્લબ જવા નીકળી હતી. ટ્રક ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા એકનું મોત પાયલબેન અને તેમના મિત્રો કર્ણાવતી ક્લબના મુખ્ય ગેટ પાસે પહોંચી ગયા હતા અને આરતી તથા કોમલની રાહ જોઈને ઊભા હતા. દરમિયાન કર્ણાવતી ચાર રસ્તા ઈસ્કોન ગાંઠિયા પાસે લોકોનું ટોળું ભેગું થતાં તેઓ દોડીને સ્થળ પર પહોંચ્યા હતા. ​ત્યાં તેમની બહેનો આરતી અને કોમલ રસ્તા પર લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડેલી જોવા મળી હતી. જેથી પુરઝડપે આવી રહેલ ટ્રક ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેને લઈને કોમલનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે આરતીને બંને હાથ, કપાળ અને પગના ભાગે ઈજાઓ થવાથી તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી. આ અંગે એસજી હાઇવે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બીજો બનાવ માતા-પુત્રને કાર ચાલકે અડફેટે લેતા પુત્રનું મોત ​અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 72 વર્ષીય હીરાબેન ડાહ્યાભાઈ પરમાર નિવૃત્ત જીવન ગુજારે છે. આસો નવરાત્રીની આઠમ હોવાથી પોતાના વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે જવાનું હતું. જેથી રવિવારે પરોઢિયે તેમનો 50 વર્ષીય પુત્ર રમેશભાઈ પરમાર એક્ટિવા પર માતાને બેસાડી વિરાટનગર બસ સ્ટેન્ડ સુધી મુકવા ગયો હતો. જ્યાં મા-દીકરો બસની રાહ જોઈને ઉભા હતા. ત્યારે વિરાટનગર તરફથી પૂરઝડપે આવી રહેલી કારચાલકે માતા પુત્રને અડફેટે લીધા હતા. ​ અકસ્માતમાં કારની ટક્કર એટલી ભયાનક હતી કે રમેશભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હીરાબેનને કપાળ, ખભા તથા જમણા પગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે રાજકોટ-નર્મદા સહિત 7 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા:ખેલૈયાઓ છેલ્લા નોરતાઓમાં ભીંજાઈ શકે, આવતીકાલે પણ આ શહેરોમાં આગાહી
    Next Article
    અઢી મિનિટમાં એક્ટિવા ચોરી યુવક ફરાર:કોર્પોરેટર રોડ પર બપોરના સમયની ઘટના CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment