Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફતેહગંજમાં હાઈ વોલ્ટેજ ડ્રામા:બુલ સર્કલ પર ચઢી યુવકે હોબાળો મચાવ્યો, પોલીસે ભારે જહેમતે નીચે ઉતાર્યો

    9 hours ago

    વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં સેફ્રોન ટાવર પાસે આવેલા બુલ સર્કલ પર એક હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. એક યુવકે બુલ સર્કલ પર ચડી ટી-શર્ટ ઉતારી ફિલ્મી અંદાજમાં હોબાળો મચાવતા આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકને ઝડપી લઈ નીચે ઉતાર્યો હતો. સર્કલ પર ચઢ્યા બાદ આ યુવકે ફિલ્મ જેવો જ સીન ક્રિએટ કર્યો હતો. તેણે પોતાની ટી-શર્ટ ઉતારીને જાહેરમાં અજીબોગરીબ હરકતો સાથે તમાશો શરૂ કર્યો હતો અને મોટે-મોટેથી ડાયલોગ મારવા લાગ્યો હતો. જોકે, આ યુવક આખરે શા માટે અને કયા કારણોસર બુલ સર્કલ પર ચઢ્યો હતો તે બાબત હજુ સુધી સ્પષ્ટ થયું નથી. યુવકની આ વિચિત્ર અને નાટકબાજી ભરેલી હરકતને કારણે ફતેહગંજ વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો ગલીઓમાં અને નાકાઓ પર આ ઘટનાની જ ચર્ચાઓ કરતા નજરે પડ્યા હતા. યુવકના આ તમાશાના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અને ઉપસ્થિત લોકો તેને મોબાઈલના કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ આખરે યુવકને નીચે ઉતાર્યો હતો. પોલીસે યુવકને ઝડપી આ હરકત બાબતે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદુપુરામાં ગાળાગાળી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો:રિક્ષામાં બેસી ગાળો બોલતા શખસોને મહિલાએ ઠપકો આપતાં મામલો બીચક્યો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
    Next Article
    પોલીસ છીએ કહી યુવકને ધમકાવી 20 હજાર પડાવી લીધા:'તું ધંધા વાળી હોટેલમાં જાય છે ખોટા કેસમાં ફસાવી દઈશું', ઇસનપુરમાં બે શખ્સનું કારસ્તાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment