Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીના ગણેશ ફ્લેટમાં સાતમા નોરતે 'ગામડાની થીમ' પર નવરાત્રિ:પંડાલ શણગારી પરંપરાગત વેશભૂષા સાથે ખેલૈયાએ ગરબાની રમઝટ બોલાવી

    7 hours ago

    સમગ્ર ગુજરાત સાથે કડી શહેરના કરણનગર રોડ પર આવેલા ગણેશ ફ્લેટમાં સાતમા નોરતે નવરાત્રિ મહોત્સવની અનોખી અને યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ અને ગામડાની વિરાસતને જીવંત રાખવા માટે 'ગામડાની થીમ' પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં ખેલૈયાઓએ અસલ પરંપરાગત વેશભૂષા સજીને મોડી રાત સુધી ગરબાની ભવ્ય રમઝટ બોલાવી હતી. 'ગામડાની થીમ' પર રંગબેરંગી પંડાલનું શણગાર આ ઉજવણીને વિશેષ બનાવવા માટે ગણેશ ફ્લેટ પરિસરને રોશનીથી શણગારવાની સાથે ગ્રામીણ સંસ્કૃતિની ઝલક રજૂ કરતો થીમ આધારિત પંડાલ તૈયાર કરાયો હતો. ગામડાની પરંપરાને ઉજાગર કરતી આ આકર્ષક સજાવટે તમામ રહીશો અને દર્શકોના મન મોહી લીધા હતા. અસલ પરંપરાગત વેશભૂષામાં ખેલૈયા ઘૂમ્યા મહોત્સવમાં ખેલૈયાઓ ગામડાની થીમને અનુકૂળ એવી પરંપરાગત વેશભૂષા, કચવાળિયું, ચણિયાચોળી અને પૌરાણિક શણગાર સજીને ગરબે ઘૂમ્યા હતા. પરંપરાગત સંસ્કૃતિ અને ઉત્સવના આ સુંદર સમન્વયથી ગણેશ ફ્લેટ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 20 વર્ષ પહેલા મુસ્લિમ બનેલા પરિવારની સનાતન ધર્મમાં ઘરવાપસી:પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞથી શુદ્ધિકરણ કરાયું, વધુ 29 પરિવારોની ઘરવાપસીની તૈયારી
    Next Article
    'Maggie खिलाकर पूरे परिवार को मार डाला' | Greater Noida | Family Death | Rabulpura

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment