Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 20 વર્ષ પહેલા મુસ્લિમ બનેલા પરિવારની સનાતન ધર્મમાં ઘરવાપસી:પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞથી શુદ્ધિકરણ કરાયું, વધુ 29 પરિવારોની ઘરવાપસીની તૈયારી

    8 hours ago

    નવસારીમાં આશરે 20 વર્ષ પહેલાં આર્થિક મજબૂરી અને મકાન સહિતની નાણાકીય સહાયની લાલચમાં આવીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરનાર મૂળ ઉત્તર પ્રદેશના એક પરિવારની સનાતન ધર્મમાં ઘરવાપસી કરાવવામાં આવી છે. ગાયત્રી પરિવાર અને સ્થાનિક હિન્દુ સંગઠનોના સહયોગથી યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પરિવારનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરિવારને વિધિવત રીતે સનાતન ધર્મમાં આવકારવામાં આવ્યો હતો. બાળવયે સુન્નત કરાવી નામ પણ બદલાવાયાનો દાવો પરિવારના જણાવ્યા અનુસાર, આશરે બે દાયકા પહેલાં જ્યારે પરિવારનો યુવક 10થી 12 વર્ષની વયનો હતો, ત્યારે તેની નબળી આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ કેટલાક સ્થાનિક મૌલવીઓ અને અન્ય લોકોએ મકાન બનાવી આપવાની તેમજ આર્થિક મદદ કરવાની લાલચ આપી હતી. પરિવારનો આક્ષેપ છે કે આ પ્રલોભનોના આધારે યુવકની બાળવયે સુન્નત કરાવીને તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સરકારી દસ્તાવેજોમાં પણ તેનું નામ બદલાવી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધર્મ પરિવર્તન બાદ વચન મુજબ મદદ ન મળી હોવાનો આક્ષેપ સનાતન ધર્મમાં પરત ફરેલા યુવકે પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાથી ઘર બનાવી આપવા અને આર્થિક મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, તેના જણાવ્યા મુજબ, ધર્મ પરિવર્તન બાદ તેને ન તો મકાન મળ્યું કે ન તો બીમારીના સમયે કોઈ મદદ માટે આવ્યું. છેલ્લા પાંચથી છ વર્ષથી પરિવાર સનાતન ધર્મમાં પરત ફરવા માટે યોગ્ય માધ્યમ શોધી રહ્યો હતો. યુવકે લોકોને લોભ-લાલચમાં આવ્યા વિના પોતાના ધર્મ પ્રત્યે અડગ રહેવાની અપીલ પણ કરી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો પોતાના મૂળ ધર્મમાં પરત ફરવાની ઇચ્છા સાથે પરિવારે હિન્દુ સંગઠનના અગ્રણી અશ્વિન બારોટ સહિતના સામાજિક કાર્યકરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકારના ધર્મ સ્વાતંત્ર્ય સંબંધિત કાયદા અને લાગુ પડતી પ્રક્રિયાઓ અનુસાર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ નવસારીમાં પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી અને પરિવારને સનાતન ધર્મમાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વધુ 29 પરિવારોની ઘરવાપસી કરાવવાની તૈયારી હિન્દુ સંગઠનોના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ માત્ર એક પરિવાર પૂરતો મર્યાદિત નથી. આગામી દિવસોમાં કથિત રીતે લાલચ અથવા મજબૂરીના કારણે ધર્મ પરિવર્તન કરનારા વધુ 29 પરિવારોને પણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સનાતન ધર્મમાં પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે સંગઠનના અગ્રણીઓએ આગામી દિવસોમાં વધુ પરિવારોની ઘરવાપસી કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, હિન્દુ સંગઠનોના કાર્યકરો, ધર્મચિંતકો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારની ઘરવાપસીને સંગઠનના અગ્રણીઓએ ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી હતી. વર્ષો બાદ પોતાના મૂળ ધર્મમાં પરત ફરેલા પરિવાર માટે આ પ્રસંગ નવી શરૂઆત સમાન બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણની એન.જી. પટેલ શાળાના વિદ્યાર્થીઓનું કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન:લોકનૃત્યમાં પ્રથમ અને ગરબામાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
    Next Article
    કડીના ગણેશ ફ્લેટમાં સાતમા નોરતે 'ગામડાની થીમ' પર નવરાત્રિ:પંડાલ શણગારી પરંપરાગત વેશભૂષા સાથે ખેલૈયાએ ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment