Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણન રાજવંશી સોસાયટીમાં 'મારી દીકરી મારી નજરે' થીમ ગરબા યોજાયા:ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મા અંબાના દર્શન કરી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા

    9 hours ago

    મા અંબાના પવિત્ર નવરાત્રી પર્વના અંતિમ ચરણ ચાલી રહ્યા છે. પાટણ શહેરમાં ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમી રહ્યા છે. પાટણના કેનાલ રોડ પર આવેલી રાજવંશી સોસાયટીમાં 'મારી દીકરી મારી નજરે' થીમ પર પ્રાચીન શેરી ગરબાનું આયોજન કરાયું હતું. નવરાત્રીના સાતમા નોરતે સોસાયટીના રહીશો અને બાળાઓ ટ્રેડિશનલ પોશાકમાં માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે મા અંબાના દર્શન કર્યા અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી તેમને પ્રોત્સાહન આપ્યું. રાજવંશી સોસાયટી પરિવારે ધારાસભ્ય કિરીટભાઈ પટેલનું ખેસ અને બુકે આપી સન્માન કર્યું. તેમની સાથે ડૉ. વિપુલ મોદી અને અન્ય મિત્રોનું પણ સન્માન કરાયું. રોટરી ક્લબ પાટણ દ્વારા ખેલૈયાઓ માટે ઇનામી ડ્રોનું આયોજન કરાયું, જેમાં વિજેતાઓને ઇનામો અપાયા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલ સુરતમાં વૈભવ લક્ષ્મી રો હાઉસમાં સાતમું નોરતું ઉજવાયું, સ્વજનો, વડીલો અને મિત્રોએ સાથે મળીને કરી ઉજવણી
    Next Article
    ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવ્યું:13 મિનિટના અંતિમ વીડિયોમાં કહ્યું-સ્ત્રીમાં શું અવગુણ ન હોય શકે? 498ના કેસ જિંદગી લે છે, પગે લાગુ છું, ન્યાય આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment