Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાયન્સ સિટીની સાંઈ જ્યોત રેસિડેન્સીમાં નવરાત્રીની અનોખી ઉજવણી, રંગબેરંગી વેશભૂષા અને ગરબાની રમઝટથી ઉત્સવનો માહોલ છવાયો

    19 hours ago

    અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલી સાંઈ જ્યોત રેસિડેન્સીમાં નવરાત્રી પર્વની અનોખી ઉજવણી થઈ. અહીં ઉત્સાહ, ઉમંગ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉજવણી માત્ર ગરબા પૂરતી સીમિત ન રહેતા સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ બની રહી. સોસાયટીના રહેવાસીઓએ આયોજિત કરેલા આ મહોત્સવમાં સાતમા નોરતે ખાસ વેશભૂષા કાર્યક્રમ યોજાયો. નાના બાળકો, મહિલાઓ અને પુરુષોએ વિવિધ ઐતિહાસિક પાત્રો તથા નવીન સ્વરૂપો ધારણ કરીને પોતાની કલાત્મકતા બતાવી. આકર્ષક પોશાકો અને શણગારે ઉત્સવની રોનક વધારી. કાર્યક્રમ સ્થળે રંગબેરંગી રોશની, ફૂલોની સજાવટ અને સુંદર રીતે શણગારેલા મંદિરનું દિવ્ય વાતાવરણ હતું. માતાજીની આરતી અને આરાધના પછી ખેલૈયાઓએ ઉત્સાહથી રાસ-ગરબાની રમઝટ બોલાવી. આ ઉજવણીમાં સોસાયટીના બધા વયજૂથના લોકોએ ભાગ લીધો. આ પ્રસંગે સામાજિક એકતા, પરસ્પર પ્રેમ અને પરંપરા જાળવવાનો સારો સંદેશ પણ મળ્યો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નિઃશુલ્ક આંખ તપાસ અને એનેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો:85થી વધુ લોકોએ લાભ લીધો, લાયન્સ ક્લબ અને વિનસ ફાઉન્ડેશનનો સેવાકીય ઉપક્રમ
    Next Article
    ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવ્યું:13 મિનિટના અંતિમ વીડિયોમાં કહ્યું-સ્ત્રીમાં શું અવગુણ ન હોય શકે, 498ના કેસ જિંદગી લે છે, પગે લાગુ છું, ન્યાય આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment