Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ડબલ મર્ડર, દીકરાએ માતા અને નાના ભાઈને પતાવી દીધા:મિલકત અને દુકાનોના ભાડાના વિવાદમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા, મૃતકની પત્નીને હાથે ઈજા

    19 hours ago

    સુરત શહેરમાં ડબલ મર્ડર અને ફરી એકવાર લોહીયાળ સંબંધોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઈને ચાલતી તકરારમાં મોટા પુત્રએ આવેશમાં આવી પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. માસિક ₹60 હજારના ભાડા મુદ્દે પરિવારમાં ચાલતો હતો ડખો મૂળ તેલંગાણાના વતની અને સુરતમાં સ્થાયી થયેલા તેલુગુ પરિવારના મૃતક મલેશ્વરીબેન સુદર્શન ગોડુંરુને ત્રણ પુત્રો—શ્રીનિવાસ, રમેશ અને રાજુ છે. મલેશ્વરીબેન તેમના સૌથી નાના દીકરા રાજુ સાથે રહેતા હતા. મલેશ્વરીબેનના નામે ત્રણ દુકાનો આવેલી છે, જેનું અંદાજે ₹60,000 જેટલું માસિક ભાડું નિયમિત આવે છે. માતા નાના પુત્ર રાજુ સાથે રહેતી હોવાથી આ તમામ ભાડાની રકમ રાજુને આપતી હતી. આ વાતને લઈને મોટો પુત્ર શ્રીનિવાસ અવારનવાર નારાજગી વ્યક્ત કરતો હતો અને મિલકત તેમ જ આવકની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચણી કરવાની જીદ પકડીને બેઠો હતો. 'હું જીવું છું ત્યાં સુધી ભાગ નહીં પડે' કહેતાં મોટો પુત્ર ઉશ્કેરાયો મિલકત બાબતે ઘરમાં અવારનવાર વિવાદ થતો હતો. થોડા સમય અગાઉ પણ માતા મલેશ્વરીબેને મોટા દીકરા શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં નહીં આવે. માતાના આ નિર્ણયથી શ્રીનિવાસ મનોમન ભારે રોષે ભરાયો હતો અને નાના ભાઈ પ્રત્યે તેના મનમાં અદાવત વધી ગઈ હતી. સવારે ઘરે પહોંચી લોહીયાળ ખેલ ખેલ્યો આ વિવાદે આજે સવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારે આશરે 7:30 વાગ્યાના અરસામાં શ્રીનિવાસ લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં જ ફરી એકવાર મિલકત બાબતે બોલાચાલી થઈ હતી. તકરાર એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવેલા શ્રીનિવાસે ઘાતક ચપ્પુ કાઢી નાના ભાઈ રાજુ અને માતા મલેશ્વરીબેન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં બંને જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને પગલે બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો વહેલી સવારે એક જ ઘરમાં બે સભ્યોની હત્યા થતાં સોસાયટીમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ મથકનો કાફલો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. આરોપી મોટા પુત્ર શ્રીનિવાસ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની દિશામાં પોલીસે કવાયત તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતા નાસભાગમાં 19નાં મોત, આયોજકો સહિત 7ની ધરપકડ:3 ઘાયલ ICUમાં, એકની હાલત ગંભીર; અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા
    Next Article
    બોટાદ મેલડી માતાજી મંદિરે સાતમા નોરતે દીપમાળા અને મહાઆરતી:મહાનુભાવો અને ભક્તોની હાજરીમાં 108 દીપ પ્રગટાવી આરતી ઉતારાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment