Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નજર સામે માતાને મરતાં જોઈ:પિતાએ દીકરાને બચાવવા દૂર ફેંકી દીધો, પત્ની નીચે પડી તો લોકો કચડતાં ગયાઃ કોલકાતા નાસભાગને નજરેજોનારની આપવીતી

    1 day ago

    બહાર વરસાદ પડી રહ્યો હતો અને કોઈ પણ બહાર જવા માગતું નહોતું. વરસાદથી બચવા માટે એન્ટ્રી ગેટ પર ઊભેલા લોકો અંદર આવવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. ભીડ એટલી વધી ગઈ કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. દબાણ સહન ન કરી શકવાને કારણે અંદર ઊભેલા બધા લોકો એકબીજા ઉપર પડી ગયા. હું પણ લોકોની નીચે દબાઈ ગયો હતો. બચવું મુશ્કેલ હતું, જેમતેમ કરીને પોતાને સંભાળ્યો અને માતા પાસે પહોંચ્યો, પરંતુ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેઓ મારી આંખો સામે મૃત્યુ પામ્યાં. આવું 25 વર્ષના સોનુ પાલનું કહેવું છે. શનિવારે સાંજે કોલકાતાના ચોરબાગાન દુર્ગા પંડાલમાં થયેલી નાસભાગમાં 19 લોકોનાં મોત થયાં હતાં, જેમાં તેમની માતા પણ સામેલ હતી. દુર્ઘટના અંગે એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે પંડાલના આયોજકોએ એક જાહેરાત કરી હતી, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો ભીડને કાબૂમાં નહીં લેવાય તો પંડાલ ધરાશાયી થઈ શકે છે. CM અધિકારીએ પણ મીડિયા સમક્ષ આયોજકોની આવી કોઈ જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો. તેના તરત બાદ નાસભાગ મચી ગઈ અને એક્ઝિટ ગેટનો એક ભાગ પણ ધરાશાયી થઈ ગયો. નોંધનીય છે કે છેલ્લા 91 વર્ષથી બનાવવામાં આવી રહેલો ચોરબાગાન પંડાલ આ વખતે પોતાની થીમને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. એટલું જ નહીં, ચોરબાગાન પંડાલને આ વખતે બંગાળ સરકારના દેવી દુર્ગા સન્માન 2026માં સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ (સેરાર સેરા) પંડાલનો ત્રીજો એવોર્ડ પણ મળ્યો છે. દુર્ઘટના પહેલાંની 5 તસવીરો… ચોરબાગાન દુર્ઘટના 4 વાતો... એમ્બ્યુલન્સ પહોંચી નહીં, ઘાયલોને બાઇક પર હોસ્પિટલ પહોંચાડ્યા: પોલીસ, વૉલન્ટિયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે નજરે પડ્યાં નહીં. સ્થાનિક લોકોએ પોતે જ ઘાયલોને બહાર કાઢીને બાઇક પર હોસ્પિટલ પહોંચાડ્યા. કેટલાક લોકોએ જણાવ્યું કે તેઓ મૃતદેહોને ઓલા-ઉબર દ્વારા લઈ જઈ રહ્યા છે, પોલીસ-એમ્બ્યુલન્સ નથી. વર્ધમાનથી આવેલા વ્યક્તિએ પત્ની, બહેન અને ભાણેજને ગુમાવ્યા: પિતાએ 5 વર્ષના પુત્રને બચાવવા તેને ઉઠાવીને બીજી તરફ ફેંકી દીધો. તે પત્નીને બચાવી શક્યા નહીં. તે નીચે પડી ગઈ અને ભીડમાં દબાઈ જવાથી તેનું મોત થયું. તેની સાથે આવેલી બહેન અને ભાણેજ પણ દબાઈ જવાથી મૃત્યુ પામ્યા. 3 મહિલાઓ દબાઈ ગઈ, પંડાલ તોડીને બહાર કાઢવામાં આવી: એક મહિલાએ જણાવ્યું- અચાનક પાછળથી જોરદાર ધક્કો લાગ્યો અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. લગભગ 40-45 મિનિટ સુધી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ. મેં તેમને બહાર કાઢવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ સફળ થઈ શકી નહીં. આખરે પંડાલનો એક ભાગ તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા. જીવ બચી ગયો, પરંતુ ક્ષણ ખૂબ જ ભયાનક હતી: નજરેજોનારે એકે જણાવ્યું કે તે પોતાની મિત્ર સાથે દુર્ગા પૂજા પંડાલમાં આવ્યા હતા. ભીડ એટલી વધી ગઈ કે લોકોને ગૂંગળામણ થવા લાગી અને તેઓ બહાર નીકળવા માટે તરફડવા લાગ્યા. તેમની મિત્ર અંદર જ ફસાઈ ગઈ. ઘણી મહેનત બાદ તે બહાર આવી. તેને સામાન્ય ઈજા થઈ છે. હવે જાણો પંડાલની ખાસિયત: થીમ- બિયોન્ડ સાઉન્ડ, 360°નો ટ્રેક કોલકાતાના જે ચોરબાગાન દુર્ગાપૂજા પંડાલમાં શનિવારે સાંજે નાસભાગ થઈ હતી, તે સારદા પાર્ક મેદાનમાં લગભગ 20 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. તે ચિત્તરંજન એવન્યુથી એક સાંકડી ગલીમાં બનાવવામાં આવ્યો છે. ચોરબાગાન પૂજા પંડાલે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિયતા મેળવી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને આકર્ષે છે. આ વખતે તેની થીમ બિયોન્ડ સાઉન્ડ છે. તેથી પંડાલની અંદર લગભગ અંધકાર જેવું વાતાવરણ હતું. માતાની પ્રતિમા ઉપર બનાવેલા નાના-નાના છિદ્રોમાંથી પ્રકાશ અંદર આવી રહ્યો હતો. મંડપમાં પ્રવેશ્યા બાદ ઊંચા ગોળાકાર કોરિડોરમાંથી 360 ડિગ્રી ફરીને જ બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ એક-એક જ હતા. બંને સંકડી ગલીઓમાં ખુલતા હતા. આ મંડપ ‘બિયૉન્ડ સાઉન્ડ’ એટલે કે અવાજથી આગળના અનુભવ પર આધારિત છે. આ મંડપમાં પ્રકાશ, સંગીત, સજાવટ અને જગ્યાની ડિઝાઇન મળીને દર્શકોને ઘોંઘાટ વચ્ચે ગહન શાંતિનો અનુભવ કરાવે છે. મંડપના કેન્દ્રમાં મા દુર્ગાની બારીકાઈથી ઘડાયેલી પ્રતિમા છે, જેને શાંત બ્રહ્માંડ જેવી આકૃતિ આપવામાં આવી છે. પોતાની અનોખી થીમને કારણે આ મંડપ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતા નાસભાગમાં આયોજકો સહિત 7ની ધરપકડ, 19નાં મોત:મૃતકોમાં ધોરણ 12ની વિદ્યાર્થિની અને નર્સનો સમાવેશ; બે દિવસ પહેલાં પંડાલને એવોર્ડ મળ્યો હતો
    Next Article
    વલસાડના પારનેરા ડુંગર પર નવરાત્રિની ભક્તિમય ઉજવણી:માતાજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો, ઝગમગતી રોશની અને ગરબાની રમઝટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment