Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતા નાસભાગમાં આયોજકો સહિત 7ની ધરપકડ, 19નાં મોત:મૃતકોમાં ધોરણ 12ની વિદ્યાર્થિની અને નર્સનો સમાવેશ; બે દિવસ પહેલાં પંડાલને એવોર્ડ મળ્યો હતો

    1 day ago

    કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે સાંજે વરસાદ શરૂ થતાં જ ભીડ વધવા લાગી. દબાણ વધવાને કારણે એક્ઝિટ ગેટનો એક ભાગ તૂટી પડ્યો. ત્યારે સુરક્ષાકર્મીઓએ સિટી વગાડવાનું શરૂ કરી દીધું. તેઓ બહાર નીકળવા માટેની જાહેરાત કરવા લાગ્યા. એવામાં નાસભાગ શરૂ થઈ ગઈ. દુર્ઘટનામાં 19 લોકોનાં મોત થયા, જ્યારે 25 લોકો ઘાયલ થયા. પંડાલની આ વખતની થીમ ‘બિયોન્ડ સાઉન્ડ’ હતી, જેના કારણે અંદર લગભગ અંધારું હતું. પ્રવેશ અને બહાર નીકળવા માટે એક-એક ગેટ હતો, જે સાંકડી ગલીઓમાં ખુલતો હતો. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના જણાવ્યા અનુસાર, આયોજકોના લાઉડસ્પીકર પર જાહેરાત થયા બાદ અફરાતફરી મચી હતી. 17 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. ઘાયલોમાંથી 24ની સ્થિતિ જોખમથી બહાર છે, જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસે આયોજકો સહિત 12 લોકોને અટકાયતમાં લીધા છે. દુર્ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા. તેઓ શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. હવે આજે સવારે 11 વાગ્યે કોલકાતા મેડિકલ કોલેજમાં દાખલ ઘાયલોને મળવા જશે.
    Click here to Read More
    Previous Article
    Axis Bank Vs HDFC Bank Vs ICICI Bank Q2 Results: Who Led On Profit, Margins And Bad Loans?
    Next Article
    નજર સામે માતાને મરતાં જોઈ:પિતાએ દીકરાને બચાવવા દૂર ફેંકી દીધો, પત્ની નીચે પડી તો લોકો કચડતાં ગયાઃ કોલકાતા નાસભાગને નજરેજોનારની આપવીતી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment