Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં સાતમા નોરતે નવરાત્રિનો રંગ જામ્યો:સુવર્ણ સીટી, સુવર્ણ બંગ્લોઝ અને રાજદીપ સોસાયટીમાં ખેલૈયાઓ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમ્યા

    1 day ago

    સમગ્ર ગુજરાત સાથે કડી શહેરમાં પણ નવરાત્રી પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. સાતમા નોરતે કડી શહેરના કરણનગર રોડ પર આવેલી સોસાયટીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેલૈયાઓએ આકર્ષક અને પરંપરાગત વેશભૂષા ધારણ કરી મોડી રાત સુધી ગરબે ઘૂમી આદ્યશક્તિ મા જગદંબાની ભાવપૂર્વક આરાધના કરી હતી. સુવર્ણ બંગ્લોઝ, રાજદીપ અને સુવર્ણ સીટીમાં ગરબાની રમઝટ કડીના કરણનગર રોડ પર આવેલી સુવર્ણ બંગ્લોઝ અને રાજદીપ સોસાયટી તેમજ સર્વ વિદ્યાલય કેમ્પસ પાછળ આવેલી સુવર્ણ સીટીમાં સાતમા નોરતે ભવ્ય ગરબા યોજાયા હતા. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો રંગબેરંગી ટ્રેડિશનલ પોશાકમાં ઢોલ અને સંગીતના તાલે ગરબે ઘૂમ્યા હતા. મહાઆરતી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ સાતમા નોરતાની રાત્રિએ સોસાયટીના રહીશોએ માતાજીની મહાઆરતી અને પૂજા-અર્ચના કરી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. કડી શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેલૈયાઓ પ્રાચીન-અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી આસો નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'પતિના બીજા બંગલા પર પત્નીનો કબ્જો, પ્રેમી સાથે રહેવા લાગી':દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં હવે તારીખ પે તારીખ નહીં પડે!
    Next Article
    મોરબીમાં દારૂ-બિયરના કટીંગ સમયે LCBનો દરોડો:5616 બોટલ દારૂ, 4608 બિયર ટીન સાથે 81.11 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment