Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનોખી પહેલ:હેલ્મેટ-સીટબેલ્ટ પહેરવા ખેલૈયાઓને પ્રેરિત કરાયા

    11 hours ago

    ભરૂચ આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત નવરાત્રીના પાવન પર્વ દરમિયાન વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર જનજાગૃતિ ફેલાવવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તહેવારના માહોલમાં લોકો સુધી સીધો સંવાદ સાધી શકાય તે માટે રોડ સેફ્ટી નવરાત્રી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ શહેર તથા જિલ્લાના વિવિધ ગરબા પંડાલો, પાર્ટી પ્લોટ્સ અને સોસાયટીઓમાં રૂબરૂ પહોંચી રહ્યા છે. ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ભરૂચના એઆરટીઓ પી.આર. પઢિયારે આ અંગે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ન જાય અને પરિવારો સુરક્ષિત રહે તે હેતુથી આ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. તહેવારોની ઉજવણીની સાથે નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. ગરબા મેદાનોમાં ઉપસ્થિત નાગરિકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ઓવર સ્પીડિંગ ટાળવા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી રહી છે. તાજેતરમાં આર.કે. કાઉન્ટી સહિત વિવિધ ગરબા આયોજનોમાં ટીમની આ પ્રશંસનીય હાજરીને ખેલૈયાઓ અને સ્થાનિક રહીશો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપામાં ટેન્ડર પ્રક્રિયાના નવા નિયમો લાગુ:સ્ટેન્ડિંગ સમિતિએ 30%થી નીચા ભાવનાં 28 કામો કર્યા દફતરે, નવી શરતો હેઠળ ફરી બહાર પડાશે ટેન્ડર
    Next Article
    Best Smartphones Under Rs. 45,000 with Snapdragon Processor: Redmi Note 17 Pro, OnePlus Nord 6 and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment