Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:શું ટ્રેનના પાટાની જેમ માણસો સીધા ચાલી ન શકે?

    1 day ago

     વિદેશીઓએ આપણને પિત્ઝા-બર્ગર ખાતા કરી દીધા, આપણે એમને ખીચડી-કઢી ખાતા કેમ કરી ન શક્યા?(પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર) - ખીચડી-કઢી બટકું ભરીને ખવાતા નથી!  બીમાર સગાની ખબર કાઢવા, લેવા કે ફક્ત પૂછવા જવું? (અમૃત સોલંકી, બોટાદ) - હજી પાંચ-દસ વર્ષ ખેંચી કાઢે એવા હોય તો પૂછવા જવાની જરૂર નથી!  તમને ક્યારેય કોઈની નજર-બજર લાગી છે? (મિલાપ ગજ્જર, ભાવનગર) - ના. મારું પૂરું ફૅમિલી પરમાત્મા અને વિજ્ઞાનને માનનારું છે!  ‘અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ…’ પણ જમાનો છોડીને જશે ક્યાં? (જીતેન્દ્ર કેલા, મોરબી) - ઈન્ડિયન પીનલ કૉડ મુજબ, આ તો આપઘાતની સીધી ધમકી કહેવાય!  હિંદી ફિલ્મ ગીતકારોને ચાંદ-સિતારા સિવાય કેમ કાંઇ દેખાતું નહીં હોય? (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - બાકીનું આકાશ કાળુંધબ્બ હોય… ગ્રહોનાં નામોય આવડતા ન હોય...! લખેય શું?  મારે તો ટૂંક સમયમાં ચંદ્ર કે મંગળ પર સ્થાયી થઇ જવું છે. શું કહેવું છે તમારું? (પાર્થ જાની, મહુવા) - અફ કૉર્સ....અહીં પૃથ્વી પર તો મકાનમાલિક ભાડું માગે ને?  પંખો ચાલુ કરું છું તો ઠંડી લાગે છે ને બંધ કરું તો ગરમી લાગે છે... શું કરવું? (શિવમ યાજ્ઞિક, રાજકોટ) - ધાબળો ઓઢીને નહાવાનું રાખો!  સાસુ અને વાઇફના ઝઘડામાં વચ્ચે પડેલા ગોરધનનું શું? (ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) - અર્થાત્… તમારા ઘરમાં બે બિચારા થયા… તમે ને તમારા સસરા!  તમે ક્યારેય હકીભાભીને હથેળીમાં ચાંદ બતાવ્યો છે? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - ના. હવે તો એને વગર ચશ્મે બધું દેખાય છે!  ‘પીધા પછી’ માણસ ઊડવા કેમ માંડે છે? (હાર્દિક રાવલ, અમદાવાદ) - એ તો જેને પીતા આવડતું ન હોય, એમને આવું થાય!  લગ્ન અને છૂટાછેડાનાં આલ્બમ વચ્ચે શું તફાવત? (કુંતેશ ભરૂચા, વિરાર-મુંબઇ) - છૂટાછેડાનાં આલ્બમો તો બ્લેકમાં વેચાય!  ટ્રમ્પને જમ્પ ક્યારે આવશે? (ચેતન ત્રિવેદી, અમદાવાદ) - વાહ કવિરાજ……હજી ‘બમ્પ’ ને ‘લમ્પ’ જેવા બીજા શબ્દો શોધી કાઢો!  અક્કલનો ‘ઓથમીર’ જ કેમ? ‘કોથમીર’ કેમ નહીં? (રાકેશ પટેલ, સુરત) - એકવાર ‘અક્કલ’ સાથે ‘કોથમીર’ જોડી જુઓ!  સવારે ઉઠો તો ઉપાધિ ને રાત્રે સુઓ તો સમાધિ…’ એવું કેમ? (અમરીશ મહેતા, અમદાવાદ) - એવા નસીબદાર તમે હશો. અમારે તો બારેમાસ સમાધિ જ હોય!  એવું કામ કરો છો જ કેમ કે, લોકો સવાલ પૂછે? (અક્ષય વ્યાસ, અમદાવાદ) - કામ કરીએ છીએ તો ય તમારા જેવા સવાલ પૂછે છે, બોલો!  પહેલું સુખ તે જાતે નર્યા, તો પહેલું દુ:ખ....? (અભિષેક ભટ્ટ, સુરત) - કોઇની પણ મદદ લીધા વિના, ‘જાતે મર્યા’, તે!  રાત્રે સામેથી આવતી કારની ફુલ લાઇટ માટે તમે લખ્યું હતું. સરકારે કાયદો બનાવ્યો. અભિનંદન! (દત્તેશ પુરોહિત, ગોધરા) - થૅન્ક્સ. હજી ચાલુ કાર કે સ્કૂટરે મોબાઇલ વાપરનારાઓ માટેય ‘સખ્ત’ કાયદો આવવો જોઇએ! ઍક્સિડૅન્ટો રોજ નથી થતા, પણ એક વખતમાં કોઇની જિંદગી તબાહ કરી નાખે છે! હૉસ્પિટલ કરતાં વર્ષો સુધી કોર્ટના ધક્કા જીવન બર્બાદ કરી નાખે છે! પત્નીને એક જ વાક્યમાં કંઇ સમજાવવું હોય તો શું કહેવું? (શિવરાજ મકવાણા, દાહોદ) - ‘તારી ગાય છું.’ સવાલો પૂછું છું, પણ એકેય છપાતો નથી. શું કારણ હશે? (રિયા ધોકાઇ, મીઠાપુર) - તમને આ એકના એક સવાલનો આઠમી વખત જવાબ આપ્યો!  દેવ આનંદે ફિલ્મોમાં સ્વેટરો કરતાં સૂટ વધારે પહેર્યાં છે....(શશિકાંત મશરૂ, જામનગર) - હા, પણ સાથે શર્ટ પહેરતો હતો!  ઈમાનદારીપૂર્વક જીવવાની સાચી રીત કઈ? (નરેશ પરમાર, ભરૂચ) - ઈમાનદારી જરૂરી હોય તો નોકરીમાં આવે, વેપાર ધંધામાં નહીં!  હવે નવા હાસ્યલેખકો કેમ આવતા જ નથી?(કિશોર જોશી, જૂનાગઢ) - હાસ્યલેખન સાચ્ચે જ કઠિન વિષય છે… ગુજરાત જ નહીં, પૂરા ભારતમાંય ગણીને 25-હાસ્યલેખકો નથી!  લોકો ફોટા પડાવતી વખતે મોઢું દરિયા તરફ કેમ રાખે છે? (વિનોદ જૈન, ગોધરા) - ફોટામાં મોઢું ન આવે તો કાંઈ નહીં, દરિયો આવવો જોઇએ!  સ્માઇલ કોનું વધુ સુંદર? મોના લિસાનું કે નૂતનનું? (હરેશ લાલવાણી, અમદાવાદ) - હું મોનાને નહીં, નૂતનને મળ્યો છું. એનું સ્માઈલ મને મારી મા યાદ અપાવતું હતું!  મારા દોસ્તને ઘેર બાબો આવ્યો ને મને નામ સૂચવવા કહ્યું. મેં ‘મુન્ના’ કીધું તો હવે મારી સાથે બોલતો નથી!(પ્રકાશ દવે, જૂનાગઢ) - તમારા દોસ્તનો ટેસ્ટ તમારા કરતાં ઊંચો કહેવાય!  તમારા પુસ્તક ‘ઍનકાઉન્ટર’માં એકના એક વાચકના સવાલો ઘણીવાર છપાયા. શું સવાલો ખૂટી ગયા હતા?(ક્ષિતિજ ઠાકોર, અમદાવાદ) - જવાબ મેં નહીં… ‘સવાલ મેં દમ હોના ચાહિયે!’  ઓનલાઈન છેતરપિંડી કેમ વધી ગઈ છે? (કિરણ મોવડીયા, માણસા) - તમારે મને પચાસ હજાર આપવાના છે, એ તો યાદ છે ને?  ‘કેબીસી’માં સવાલ પૂછનારેય કમાય છે, ‘ઍન્કાઉન્ટર’માં આ પ્રથા ક્યારથી શરૂ થશે? (હેમાંગ પંડિત, અમદાવાદ) - જવાબ આપનારો કમાય પછી! આ જેન્તિ જોખમ અને ધૂળજીની બાઓ ખિજાઇ લાગે છે...! (નવનીત દવે, વિદ્યાનગર) - એ બધી બાઓએ પરવીણ ભ’ઈને પકડ્યા છે! પૃથ્વી ગોળ છે, એનું કોઇ પ્રમાણ?(સુનીલ વર્મા, અમદાવાદ) - તમારા રૂમમાં જ 40-50 ચકરડાં એક જ સ્થાને ઊભા રહીને મારી જુઓ!  કૂતરાં વાહન પાછળ કેમ દોડે છે? (યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - ખોટું. કૂતરા કદી સ્ટીમર, રેલ્વે કે વિમાનની પાછળ દોડતા નથી!  તમે બ્રાહ્મણ છો, તો કોઇનાં લગ્ન કરાવી શકો?(રસેન્દુ પાઠક, વડોદરા) - મારો કયો ગગો કુંવારો રહી જતો હતો તે હું કોઈના લગ્ન કરાવું?
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:દુર્ગાઅષ્ટમી અને અનંતનો આવિર્ભાવ
    Next Article
    રિપોર્ટ- IPL ઓક્શન 16 ડિસેમ્બરે થઈ શકે છે:BCCIએ ફ્રેન્ચાઇઝીઓ પાસેથી પ્રતિનિધિમંડળની માહિતી માંગી; ગોવામાં યોજાવાની છે ઇવેન્ટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment