Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સપ્તાહ કેવું રહેશે?:મિથુન રાશિને મહેનતનું અણધાર્યું પરિણામ મળશે, તુલા રાશિ માટે રોકાણ કરવું શુભ; કન્યા રાશિએ પૈસાના મામલે સાવધાન રહેવું

    1 day ago

    18 ઓક્ટોબર, રવિવારથી 24 ઓક્ટોબર શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવ: આ અઠવાડિયે તમે અનુભવી લોકોના સાનિધ્યમાં તેમના માર્ગદર્શન અને અનુભવોને ચોક્કસ આત્મસાત કરો. આનાથી તમારા આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો થશે તથા નકારાત્મક વિચારો દૂર થશે. ભાગ્ય કરતાં વધુ પોતાના કર્મ પર વિશ્વાસ રાખો. નેગેટિવ: કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તણાવ લેવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. સાથે જ નકારાત્મક પ્રવૃત્તિ વાળા લોકોથી અંતર જાળવી રાખો, નહિતર તમારા માન-સન્માન પર પણ આંચ આવી શકે છે. વધતા ખર્ચાઓ ચિંતામાં મૂકી શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં ભવિષ્ય સંબંધી યોજનાઓ માટે અત્યારથી જ મહેનત કરવી આવશ્યક છે. પબ્લિક ડીલિંગ, માર્કેટિંગ વગેરે સાથે સંકળાયેલા વ્યવસાય ફાયદાકારક સ્થિતિમાં રહેશે. નોકરીયાત વ્યક્તિઓ માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે, સાથે જ કોઈ ટૂર પણ શક્ય છે. લવ: પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધો મજબૂત બનશે. પ્રેમ સંબંધો મર્યાદાપૂર્ણ રાખો. સ્વાસ્થ્ય: માનસિક અને શારીરિક થાક રહી શકે છે. નકારાત્મક વિચારોને ઉપજવા ન દો. લકી કલર: ગુલાબી લકી નંબર: 2 પોઝિટિવ: આ અઠવાડિયે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં પોતાને વ્યસ્ત રાખશો અને તમને તમારી મહેનત અને યોગ્યતા મુજબ સાનુકૂળ પરિણામો પણ મળશે. કોઈ સામાજિક-ધાર્મિક આયોજનની જવાબદારી પણ તમારા પર રહેશે, તમારું માન-સન્માન અને મોભો જળવાઈ રહેશે. નેગેટિવ: ક્યારેક તમારો વિચલિત અને ઈમોશનલ સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની જાય છે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ, દસ્તાવેજો વગેરે સંભાળીને રાખો. કોઈ પ્રકારની ચોરી થવાની કે ખોવાઈ જવાની સ્થિતિ બની રહી છે. વ્યવસાય: આ સમયે વ્યવસાયમાં કેટલાક પડકારો બનેલા રહેશે. યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે ખૂબ જ મહેનતની જરૂરિયાત છે. સંયમ બનાવી રાખો. સ્ટાફની પ્રવૃત્તિઓ પર તીક્ષ્ણ નજર રાખો. ઓફિસમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ: પરિવારજનો વચ્ચે પરસ્પર પ્રેમ અને સામંજસ્ય જળવાઈ રહેશે. આનાથી ઘરની વ્યવસ્થા યોગ્ય બનશે. સ્વાસ્થ્ય: એસિડિટી અને પેટ બગડવા જેવી સમસ્યા પરેશાન કરશે, જેનું કારણ તમારી પોતાની જ લાપરવાહી છે. કુદરતી ઇલાજ વધુ બહેતર રહેશે. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: આ અઠવાડિયે તમારી મહેનતથી અણધાર્યા લાભો પ્રાપ્ત થવાના છે. પરિવાર સાથે સંકળાયેલી કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ નવી-નવી માહિતીઓ પ્રાપ્ત કરવામાં લાગશે. નેગેટિવ: કોઈની ખોટી વાતને ગુસ્સાને બદલે સમજદારીથી ઉકેલવાનો પ્રયાસ કરો, નહિતર તમારા માન-સન્માન પર પણ વાત આવી શકે છે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તેમનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે. અનાવશ્યક ખર્ચ પર અંકુશ લગાવો. વ્યવસાય: વ્યવસાયને વધુ બહેતર બનાવવા માટે મનન અને ચિંતન કરવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો. પબ્લિક ડીલિંગ અને મીડિયા સાથે સંકળાયેલા કાર્યોમાં વધુમાં વધુ ધ્યાન આપો. આ પ્રવૃત્તિઓમાં સારો નફો થવાની આશા છે. સરકારી મામલાઓમાં સાવચેતી રાખો. લવ: પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમી-પ્રેમિકા એકબીજાની ભાવનાઓને સમજશે. સ્વાસ્થ્ય: વાહન ચલાવતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. સાથે જ જોખમી પ્રવૃત્તિ વાળા કાર્યોમાં રસ બિલકુલ ન લો. ઈજા થવાની કે પડી જવાની સ્થિતિ બની શકે છે. લકી કલર: લીલો લકી નંબર: 8 પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ આવવાથી તમે તણાવમુક્ત અનુભવશો. કોઈ સામાજિક સમારંભમાં ભાગ લેવાનો અવસર પણ મળશે. ઘરની સુખ-સુવિધા અને જાળવણી પર ખર્ચ કરીને પ્રસન્નતા અનુભવાશે. તમારું કોઈ સ્વપ્ન સાકાર થઈ શકે છે. નેગેટિવ: કોઈના પર વિશ્વાસ કરતા પહેલાં તમામ પાસાઓ પર સારી રીતે વિચાર-વિમર્શ ચોક્કસ કરી લો. સાથે જ શોપિંગ વગેરે કરતી વખતે અતિશય ખર્ચ થઈ શકે છે. મિત્રો સાથે વધુ મેળજોળ રાખવો અને રખડવું એ સમયના બગાડ સિવાય કશું નથી. વ્યવસાય: વ્યવસાય સંબંધી પ્રવૃત્તિઓમાં કોઈ પણ પ્રકારનું અનૈતિક કામ કરવાથી બચો. કોઈ ઈન્ક્વાયરી થઈ શકે છે અને તેની માઠી અસર તમારા માન-સન્માન પર પડી શકે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે ડીલ ફાઈનલ કરતી વખતે પેપરવર્કમાં લાપરવાહી ન દાખવો. લવ: પરિવારજનો વચ્ચે મનદુઃખની સ્થિતિઓ બનશે. પરંતુ ધ્યાન રાખો કે ઘરની વાતો બહાર ન જાય. સમયસર ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય: સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા વધી શકે છે. ફિઝિયોથેરાપી અને કસરત દ્વારા મોટા ભાગે પરેશાની ઓછી થઈ શકે છે. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 1 પોઝિટિવ: આ અઠવાડિયે મન-મગજનું સંતુલન રાખવું તમને નિર્ણય લેવામાં મદદ કરશે. બીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખતી વખતે બજેટનું પણ ધ્યાન રાખો. આનાથી નિશ્ચિત જ તમે સફળ થશો. સંબંધીઓ સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે. નેગેટિવ: પરંતુ તમારા સ્વભાવમાં અહમની ભાવના ન આવવા દો, આના લીધે કેટલાક બનતા કાર્યોમાં અડચણ પણ પડી શકે છે. ભાઈઓ સાથે સંબંધો મધુર બનાવી રાખો. ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન પણ ચોક્કસ રાખવાનું છે. વ્યવસાય: કાર્યક્ષેત્ર પર સતર્ક રહેવું ખૂબ જ આવશ્યક છે. બહેતર રહેશે કે તમારી કાર્યપ્રણાલી પર પુનઃ વિચાર-વિમર્શ કરો. જોકે અત્યારે કરેલી મહેનતના પરિણામો નજીકના ભવિષ્યમાં સફળતાદાયી રહેશે. આ સમયે કાર્યસ્થળ પર વધુમાં વધુ સમય આપવાનો પ્રયાસ કરો. લવ: પરિવાર માટે સમય કાઢવો ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે. સ્વાસ્થ્ય: સર્વાઈકલ અને માથાના દુખાવા જેવી સમસ્યાથી બચવા માટે નિયમિત કસરત અને યોગ ચોક્કસ કરો. લકી કલર: કેસરી લકી નંબર: 7 પોઝિટિવ: વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓના અનુભવોને આત્મસાત કરવા તમને જીવનના મહત્વપૂર્ણ પાસાઓથી વાકેફ કરશે અને તમે તમારી અનેક સમસ્યાઓનો ઉકેલ સરળતાથી નીકાળી લેશો. વિદ્યાર્થીઓનું પોતાના અભ્યાસ પર પૂરૂં ફોકસ રહેશે. નેગેટિવ: સપ્તાહના મધ્યથી પરિસ્થિતિઓમાં કંઈક પ્રતિકૂળતા પણ આવી શકે છે. ક્યાંય પણ પૈસાની લેવડ-દેવડની વાત ન કરો, તમારા પૈસા ફસાઈ શકે છે. યુવાનોને કોઈ ઇન્ટરવ્યુ વગેરેમાં સફળતા ન મળવાથી નિરાશાની સ્થિતિ રહેશે, પરંતુ નકારાત્મક વિચારોને ઘર કરવા ન દો. વ્યવસાય: ફાયનાન્સ સંબંધી કાર્યોમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ રહેશે, જેના લીધે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આ સમયે ગ્લેમર અને મહિલાઓની વસ્તુઓ સાથે સંકળાયેલા વ્યવસાય ફાયદાકારક રહેશે. તમારા વ્યવસાયની જાહેરાત કરવાથી ફાયદો થશે. લવ: જીવનસાથી તથા પરિવારજનો સાથે મૌજ-મસ્તીમાં સુખદ સમય પસાર થશે. પ્રેમ પ્રસંગોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: અસંતુલિત દિનચર્યાના કારણે ગેસ અને કબજિયાતથી સુસ્તી રહેશે અને શારીરિક ઊર્જામાં કમી અનુભવાશે. હળવો તથા સુપાચ્ય ખોરાક લો. લકી કલર: કાળો લકી નંબર: 3 પોઝિટિવ: આ અઠવાડિયે તમે તમારા તમામ કાર્યોને વ્યવસ્થિત રીતે કરવા તથા સામંજસ્ય જાળવી રાખવામાં સફળ રહેશો. રોકાણ સંબંધી બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે તમારો કોઈ અંગત મામલો કોઈના સહયોગથી ઉકેલાઈ શકે છે. નેગેટિવ: બહારના વ્યક્તિઓની તમારી અંગત બાબતોમાં દખલગીરી ન થવા દો. પરિવારના કોઈ સભ્યના વૈવાહિક જીવનમાં તણાવ ઊભો થવાથી ચિંતા રહેશે. આવેશમાં આવવાને બદલે શાંતિપૂર્ણ રીતે તેમનું માર્ગદર્શન કરવાનો પ્રયાસ કરો. વ્યવસાય: આવકની સ્થિતિ બહેતર રહેશે. સાથે જ કાર્યક્ષેત્રમાં સુધારા સંબંધી નિર્માણમાં ખૂબ વધારે ખર્ચ થઈ જશે, પરંતુ આર્થિક મુશ્કેલી નહીં આવે. યુવા વર્ગની પણ પારિવારિક બિઝનેસમાં રુચિ વધશે. લવ: પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજના કારણે તણાવ રહી શકે છે. પારિવારિક વાતાવરણને ખુશહાલ બનાવવા માટે મનોરંજન અને શોપિંગ સંબંધી પ્રોગ્રામ પણ ચોક્કસ બનાવો. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તણાવ અને ચિંતાથી દૂર રહો. લકી કલર: ક્રીમ લકી નંબર: 9 પોઝિટિવ: સુખદ સમય પસાર થશે. તમે તમારી જીવનશૈલીને વધુ ઉન્નત કરવાનો પ્રયાસ કરશો. મહિલાઓ ઘરેલું કાર્યોને સહજતા અને સરળતાથી પૂરા કરવામાં સમર્થ રહેશે, સાથે જ પોતાના અંગત કાર્યો પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત રહેશે. ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. નેગેટિવ: આ સમયે દિનચર્યાને વ્યવસ્થિત બનાવી રાખવી જરૂરી છે. કોઈ પણ યોજના બનાવતા પહેલાં તેના પર ગંભીરતાથી વિચાર ચોક્કસ કરો, નહિતર કેટલીક ભૂલો થઈ શકે છે. નકારાત્મક પ્રવૃત્તિ વાળા લોકોની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઉત્તમ રહેશે તથા તમારી કાર્યકુશળતા દ્વારા અન્ય કાર્યોને પણ પૂરા કરવામાં સમર્થ રહેશો. પરંતુ રૂપિયા-પૈસા સંબંધી લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહો, કોઈ પ્રકારનું છેતરપિંડી થઈ શકે છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મધુર બનશે. લવ: ઘરમાં સુખ-શાંતિભર્યો માહોલ રહેશે. મહેમાનોની અવરજવર પણ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય: નાની-મોટી મોસમી પરેશાનીઓ બનેલી રહેશે. થોડીક સાવચેતી અને વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખી શકે છે. લકી કલર: લાલ લકી નંબર: 6 પોઝિટિવ: આ સપ્તાહનો મોટા ભાગનો સમય અંગત તથા પારિવારિક પ્રવૃત્તિઓમાં જ પસાર થઈ જશે. તમારી કોઈ પરેશાનીમાં તમારા મિત્રો તમારી મદદ કરવા માટે તત્પર રહેશે તથા અનેક પ્રકારની બહેતર માહિતીઓ પણ મળશે. નેગેટિવ: તમારા સંબંધીઓ સાથે સંબંધો બહેતર બનાવી રાખવામાં તમારે મહેનત કરવાની જરૂરિયાત છે. કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાથી બચો. ઘર અથવા વાહનની જાળવણીને લઈને કોઈ મોટો ખર્ચ તમને પરેશાન કરી શકે છે. વ્યવસાય: વ્યવસાયને લઈને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થશે. કોઈ પણ મુશ્કેલીમાં ઘરના વરિષ્ઠ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનથી તમને કોઈ નવી દિશા પણ પ્રાપ્ત થઈ શકે છે. ઓફિશિયલ મામલાઓમાં કેટલીક અડચણો રહી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો ન બગાડો. લવ: પરિવારજનો સાથે ઘરની સુખ-સુવિધા સંબંધી વસ્તુઓની શોપિંગ થશે. પરંતુ લગ્નેતર સંબંધોની માઠી અસર પરિવાર પર પડી શકે છે. સ્વાસ્થ્ય: ગરિષ્ઠ ખોરાક જોઈને પોતાના મન પર કાબૂ રાખો, નહિતર પેટ સાથે સંકળાયેલી કોઈ તકલીફ થઈ શકે છે. લકી કલર: પીળો લકી નંબર: 4 પોઝિટિવ: આ અઠવાડિયે પ્રભાવશાળી સંપર્કો બનશે તથા લાંબા સમયથી ચાલી આવતી કોઈ ચિંતામાંથી પણ રાહત મળશે. સંપત્તિ સંબંધી વિવાદ ઉકેલવામાં ઘરના કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ ચોક્કસ લો. વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકો માટે કોઈ ખુશખબરી આવી શકે છે. નેગેટિવ: કોઈ નજીકના સંબંધીના વિવાહિત જીવનમાં થોડો તણાવ આવવાથી ચિંતા રહેશે. તમારી મધ્યસ્થતા અને સલાહ મોટા ભાગે તેમની સમસ્યાઓને ઉકેલવામાં સમર્થ પણ થઈ શકે છે. પરંતુ તમારા પોતાના કાર્યોમાં અડચણ આવવાથી નુકસાન થઈ શકે છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે. પરંતુ કોઈ રાજકીય અથવા પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા સમસ્યાઓનો ઉકેલ પણ મળશે. કોઈ પણ નવી યોજનાને અમલમાં ન મૂકો. વ્યાવસાયિક સ્પર્ધા વધશે. આ સમયે ખૂબ જ મહેનતની પણ જરૂર છે. લવ: દાંપત્ય સંબંધોમાં મધુરતા અને પ્રેમ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા બનેલી રહેશે. સ્વાસ્થ્ય: ઈમ્યુન સિસ્ટમ મજબૂત રાખવા માટે સંતુલિત આહાર અને કસરત પર પણ ચોક્કસ ધ્યાન આપો. બદલાતા મોસમથી પોતાનો બચાવ કરો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: નવી યોજનાઓ તથા નવા સાહસો કરવા માટેનો અનુકૂળ સમય છે. તમારામાં કામ કરવાનો જુસ્સો બનેલો રહેશે અને તમને સફળતા પણ મળશે. કશુંક એવું સકારાત્મક પણ બની શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. વિદ્યાર્થીઓને પોતાની મહેનત મુજબ સાનુકૂળ પરિણામો મળશે. નેગેટિવ: અંગત કારણોના લીધે તમારા કેટલાક ખાસ કાર્યો અટકી પણ શકે છે. સાથે જ વધતા ખર્ચાઓ પણ પરેશાન કરશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. મિત્રો સાથે રખડવામાં તથા મનોરંજનમાં તમારો સમય ન બગાડો. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઈ જૂનો વિવાદ સમાપ્ત થવાથી રાહત મળશે તથા કામ ફરી પોતાની ગતિથી શરૂ થઈ જશે. નોકરીમાં કોઈ સ્પેશિયલ ડ્યુટી લાગી શકે છે. લવ: પતિ-પત્ની પરસ્પર સંબંધોમાં યોગ્ય તાલમેલ અને સામંજસ્ય બનાવી રાખે. પ્રેમ સંબંધોમાં કોઈ બહારના વ્યક્તિના કારણે ગેરસમજો ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય: અચાનક જ કોઈ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની વધી શકે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ લાપરવાહી ન દાખવો તથા ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી રાખવાનો પ્રયાસ કરો. લકી કલર: ગ્રે લકી નંબર: 3 પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્તતામાંથી આ અઠવાડિયે થોડી રાહત મળશે અને જીવનસ્તરને વધુ બહેતર બનાવવા માટે તમે કેટલાક સંકલ્પો કરશો અને સફળ પણ રહેશો. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ સંબંધી વિષયોમાં આવી રહેલી અડચણો દૂર થશે. નેગેટિવ: કેટલાક નકારાત્મક પ્રવૃત્તિ વાળા લોકો તમારી યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. બહેતર રહેશે કે તમારી પ્રવૃત્તિઓ ગુપ્ત જ રાખો. યુવા વર્ગ પ્રેમ સંબંધોમાં પડીને પોતાના કરિયર અને અભ્યાસ સાથે લાપરવાહી ન કરે, નહિતર આની અસર તમારા પરિણામ પર પડશે. વ્યવસાય: સમય અનુકૂળ છે. વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક નક્કર અને મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ થશે, જે લાભદાયી રહેશે. આ સમયે માર્કેટિંગ તથા પબ્લિક ડીલિંગ કરવા માટે સમય ખૂબ જ સાનુકૂળ છે. પેમેન્ટ વગેરે એકત્રિત કરવા માટે કરેલા પ્રયાસોમાં પણ સફળતા મળશે. ઓફિસના વાતાવરણમાં સકારાત્મક બદલાવ આવશે. લવ: વિવાહિત તથા પ્રેમ સંબંધ બંનેમાં ઈમોશનલ જોડાણ રાખવું પણ જરૂરી છે. બીજાની વાતોમાં ન આવો. થોડો સમય એકસાથે વિતાવવો પરસ્પર સંબંધોમાં નિકટતા વધારશે. સ્વાસ્થ્ય: વર્તમાન વાતાવરણના લીધે લાપરવાહી કરવી યોગ્ય નથી. મહિલાઓએ વિશેષ રૂપે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લકી કલર: સફેદ લકી નંબર: 1
    Click here to Read More
    Previous Article
    મલ્લિકાર્જુનની બાજુમાં બિરાજે છે ભ્રામરામ્બા:અસુરના વધ માટે લીધું ભમરાનું રૂપ, એક જ દિવસ મુખ પરથી હટે છે સોનાનું કવચ; પૂજારી સાડી પહેરીને કરે છે વિશેષ આરતી
    Next Article
    ગ્વાલિયર- ટ્રકે 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 12નાં મોત:2 પોલીસકર્મીઓ સહિત 33 ઘાયલ; બધા શીતલા માતા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment