Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર પ્રદેશના આરોપીને થાણે જિલ્લામાંથી શોધી કાઢ્યો:હત્યાના પ્રયાસ અને હથિયારધારાના ગુનાનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

    1 day ago

    પોરબંદર પેરોલ-ફર્લો સ્ક્વોડે હત્યાના પ્રયાસ અને હથિયારધારાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડીને આગળની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાના આધારે પેરોલ-ફર્લો સ્ક્વોડ ફરાર આરોપીઓને શોધવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન સ્ક્વોડના કર્મચારીઓને બાતમી મળી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેન્દ્ર રામનરેશ યાદવ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં છે. બાતમીના આધારે તપાસ કરતાં આરોપી મળી આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી સુરેન્દ્ર રામનરેશ યાદવ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બાંસગાંવ તાલુકાના ગગહા વિસ્તારના શ્રીરામપુર ગામનો રહેવાસી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તેની સામે હથિયારધારા અને ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયેલો છે. પેરોલ-ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એચ.એમ. જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસની યાદી મુજબ, સુરેન્દ્ર યાદવ સામે ઉત્તર પ્રદેશમાં અગાઉ 8 ગુના નોંધાયેલા છે. જેમાં 2008માં ગેંગસ્ટર એક્ટ હેઠળ, 2016માં હત્યાના પ્રયાસ, ધમકી અને SC/ST એક્ટ હેઠળ ગુનો, 2018માં હત્યાના પ્રયાસ અને હથિયારધારા હેઠળ ગુનો તેમજ 2019માં ખંડણી, ધમકી તથા હથિયારધારા હેઠળ અલગ-અલગ ગુના, 2023માં ધમકી અને અપમાનજનક વર્તન સંબંધિત ગુનો, 2024માં મારામારી, ઘરમાં પ્રવેશ અને ધમકી સંબંધિત ગુનો તેમજ 2025માં હથિયારધારા હેઠળ ગુનો નોંધાયેલ છે. આરોપીએ આ ઉપરાંત ત્રણ હત્યાના કેસ નોંધાયેલા હોવાની કબૂલાત આપી હોવાનું પણ જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    વિકાસકાર્યોની ગુણવત્તા સાથે કોઈપણ બાંધછોડ ચલાવી નહીં લેવાય: ડૉ. માંડવિયા:બિલડી, ચોલિયાણા અને ખીજદળ ગામમાં સાંસદે ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી પ્રશ્નો સાંભળ્યા
    Next Article
    MoistCr1TiKaL Hits Back At Lavlune Over Insults And Dog Clip Controversy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment