Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસકાર્યોની ગુણવત્તા સાથે કોઈપણ બાંધછોડ ચલાવી નહીં લેવાય: ડૉ. માંડવિયા:બિલડી, ચોલિયાણા અને ખીજદળ ગામમાં સાંસદે ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી પ્રશ્નો સાંભળ્યા

    1 day ago

    પોરબંદરના સાંસદ અને કેન્દ્રીયમંત્રીએ કુતિયાણા પંથકના બિલડી, ચોલિયાણા અને ખીજદળ ગામમાં સાંસદે ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.આ મુલાકાત દરમ્યાન વિકાસક ર્યોની ગુણવત્તા સાથે કોઈપણ બાંધછોડ ન ચલાવવા સૂચના આપવામાં આવી હતી. પોરબંદર લોકસભા સાંસદ અને કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જિલ્લાના બિલડી, ચોલિયાણા અને ખીજદળ ગામની રૂબરૂ મુલાકાત લઈને ગ્રામજનો તેમજ ધરતીપુત્રો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ લોકસંપર્ક દરમિયાન તેમણે સ્થાનિક પ્રશ્નો, મોસમી પાકની સ્થિતિ, ખેડૂતોની પ્રાથમિક જરૂરિયાતો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ બિલડી સ્થિત બલાડ માતાજી મંદિર અને ચોલિયાણા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવી સમગ્ર પંથકની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ખેડૂતો સાથે વર્તમાન ઊભા પાક અને રવિ સીઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખાતર, બિયારણ તેમજ સિંચાઈ વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે, પ્રજાના નાણાંથી થતા વિકાસકામો નિર્ધારિત ધોરણો મુજબ જ થવા જોઈએ અને તેની ગુણવત્તામાં સહેજ પણ બેદરકારી ચલાવી લેવાશે નહીં. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. તળાવ ઊંડા કરવા અને સિંચાઈ‎ કામોની સ્થળ સમીક્ષા કરી‎ કેન્દ્રીય મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલાં વિવિધ સિંચાઈ પ્રોજેક્ટ્સ અને તળાવ ઊંડા કરવાની ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અંગે સંબંધિત વિભાગના ઈજનેરો અને અધિકારીઓ પાસેથી વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને ચોમાસુ જળસંગ્રહ વધુ મજબૂત બને તે માટે કામો ઝડપથી અને પૂરી ક્ષમતા સાથે પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:નેશન ફર્સ્ટના મંત્ર સાથે ભારતને નશામુક્ત બનાવવા યુવાનો આગળ આવે: કેન્દ્રીય મંત્રી
    Next Article
    ઉત્તર પ્રદેશના આરોપીને થાણે જિલ્લામાંથી શોધી કાઢ્યો:હત્યાના પ્રયાસ અને હથિયારધારાના ગુનાનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment