Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:લખપત તાલુકાના દરિયાકાંઠે ગેરકાયદે બંધાયેલા નમકના પ્લોટ સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ લાલધૂમ

    1 day ago

    કચ્છના લખપત તાલુકામાં આવેલી કોસ્ટલ ઇકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડવાના આરોપો વચ્ચે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ કડક વલણ અપનાવ્યું છે. લખપતના તટીય વિસ્તારમાં વ્હાઇટવાઇબ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધોને તોડી પાડવાની કાર્યવાહી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ કંપની દ્વારા દરિયાના ભરતીના કુદરતી પ્રવાહને અવરોધીને સંવેદનશીલ મડફ્લેટ્સ (તટીય મેદાનો) ને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે NGT ની પશ્ચિમી પીઠમાં 05 જુન 026 ના રોજ ગઢવી હિંગળદાન પ્રભુદાન દ્વારા અરજી કરવામાં આવી હતી. 12 ઓક્ટોબરના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ દિનેશકુમાર સિંહ અને એક્સપર્ટ મેમ્બર ડો. સુજીતકુમાર બાજપાઈની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણી દરમિયાન વ્હાઇટવાઇબ સોલ્ટ કંપનીને આકરો આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે આગામી 08 સપ્તાહની કડક સમયસીમામાં તમામ ગેરકાયદે બાંધો સંપૂર્ણપણે હટાવવાના રહેશે. ટ્રિબ્યુનલે નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી તમામ બાંધ તોડી પાડવામાં નહીં આવે, ત્યાં સુધી કંપનીને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ની મંજૂરી એનાયત કરવામાં આવશે નહીં. આ મામલે ગુજરાત તટીય ક્ષેત્ર પ્રબંધન પ્રાધિકરણ (GCZMA) દ્વારા રજૂ કરવામાં આવેલા 08 ઓક્ટોબર 2026 ના રિપોર્ટ અનુસાર, 3 મુખ્ય સ્થળો પરથી બાંધના 100 થી 110 ફૂટના લાંબા હિસ્સાને જેસીબી અને મશીનરી વડે તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 01 સ્થળે ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. લખપત તાલુકાના ધુનાય, કૈયારી, કપુરાશી અને ફતેહપુર જેવા 4 ગામોની બિન-સર્વેક્ષણ ક્ષેત્રની આશરે 1,514 હેક્ટર જમીન પર કોઈપણ જાતની પર્યાવરણીય કે કાયદાકીય પરવાનગી વિના મીઠું, બ્રોમીન અને મરીન કેમિકલ્સના ઉત્પાદન માટે CRZ-I(A), CRZ-I(B) અને CRZ-III નોન-ડેવલપમેન્ટ ઝોન (NDZ) માં ગેરકાયદે જમીન પૂરાણ અને બાંધ નિર્માણ કરવામાં આવ્યું હતું. કાયદાકીય ઉલ્લંઘન અને પર્યાવરણીય માપદંડો 5 જુન 2026: ગઢવી હિંગળદાન પ્રભુદાન દ્વારા NGT પશ્ચિમી પીઠમાં અરજી દાખલ કરાઈ. CRZ મંજૂરી નહી: બાંધ સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી કંપનીને CRZ ની કોઈ મંજૂરી મળશે નહીં. તટીય મેદાનોને ખતરો:દરિયાઈ ભરતી-ઓટના કુદરતી પ્રવાહને રોકતા સંવેદનશીલ દરિયાઈ નિવસનતંત્ર અને જૈવવિવિધતા પર ભય ઉભો થયો હતો. CRZ ઝોનનો ઉલ્લઘન:દરિયાકાંઠાના અતિ સંવેદનશીલ ઝોન (CRZ-I અને CRZ-III) માં પર્યાવરણીય મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ અને પૂરાણ કરીને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન અરજી કરવાની રહેશે:21 ઓક્ટોબર સુધી ફટાકડા માટે હંગામી પરવાનાની અરજી કરવી
    Next Article
    જોરાવરનગર ઓવરબ્રિજ પાસે કારે ગાયોને અડફેટે લીધી‎:6 ગીર ગાયોને અડફેટે લીધી, 4નાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment