Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર અર્પિત સાગરે અધિકારીઓને આપી તાકીદ:જનપ્રતિનિધિઓના લોકહિતના પ્રશ્નોનું સત્વરે અને ગુણવત્તાયુક્ત નિવારણ લાવવા

    9 hours ago

    મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા પ્રજાહિત અને વિકાસલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરાઈ. અધિકારીઓને તેના ઝડપી નિવારણ માટે માર્ગદર્શન અપાયું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ હાજર રહ્યા. તેમણે ખાણ-ખનીજ, શિક્ષણ, MGVCL, વન અને પોલીસ વિભાગ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા. કલેક્ટર અર્પિત સાગરે પ્રજાના પ્રશ્નોને સૌથી વધુ મહત્વ આપવા જણાવ્યું. તેમણે અધિકારીઓને સમયસર અને ગુણવત્તાવાળું કામ પૂરું કરવા તાકીદ કરી, જેથી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન અને નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણ શાહીકાંડ: કોંગ્રેસની 2 મહિલા નેતાને જામીન:ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકવાના મામલે 5 દિવસ જેલમાં રહ્યા બાદ જયા ઠાકોર અને ભાવિકા પટેલ મુક્ત
    Next Article
    Navratri Fasting: Unique Kuttu Taco Recipe Goes Viral On Social Media. Would You Try It?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment