Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબે શેરી ગરબાના ખેલૈયાઓનું સન્માન કરી રોપા વિતરણ કર્યું:ચિત્રકૂટ નગર સોસાયટીમાં પરંપરાગત ગરબા પ્રોત્સાહન અને પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

    9 hours ago

    પાટણ શહેરની ચિત્રકૂટ નગર સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા શેરી ગરબાના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ જાગૃતિ માટે રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ નવ દિવસીય અભિયાન અંતર્ગત ક્લબના પ્રમુખ શૈલેષ એસ. સોની, આસિસ્ટન્ટ ગવર્નર વિનોદભાઈ જોષી અને પ્રોજેક્ટ ચેરમેન ભાવેશભાઈ ત્રિવેદીની ટીમે સોસાયટીની મુલાકાત લીધી. આ પ્રસંગે સોસાયટીના રહીશ અને એમ.એન. હાઈસ્કૂલના આચાર્ય ડો. ધનરાજભાઈ ઠક્કરે પર્યાવરણ જાગૃતિ માટે રોટરી સભ્યોને વૃક્ષના રોપા આપ્યા. રોટરી ક્લબે સોસાયટીના પ્રમુખ શૈલેષભાઈ નાયી અને મંત્રી રમેશભાઈ પ્રજાપતિનું સન્માન કર્યું. કાર્યક્રમમાં રોટરી ક્લબના જયરામભાઈ પટેલ, ઝૂઝારસંગ સોઢા, રાજેશ મોદી, વિનોદ સુથાર, હિતેશ રાવલ, વિક્રમ સોની, ઘેમરભાઈ દેસાઈ, બી. આર. પટેલ, ડો. ધનરાજભાઈ ઠક્કર અને બાબુભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    કચ્છના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સની ખાસ ચેકિંગ ડ્રાઈવ:યક્ષ મંદિર, પિંગલેશ્વર સહિતના વિસ્તારોમાં બોટો તપાસી, માછીમારોને એલર્ટ કર્યા
    Next Article
    ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લે રચાયેલા નવા મંત્રીમંડળને એક વર્ષ પૂર્ણ:2030 કોમનવેલ્થ ગેમ્સથી લઈને રોજગાર મેળા સુધીની સિદ્ધિ, ગૃહ વિભાગથી લઈને ઉદ્યોગ સુધી મોટા નિર્ણયો,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment