Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અલનીનો અને વરસાદના કારણે વીજળીના પ્રશ્નો ઉભા થયા':સાંસદ હરિભાઈ પટેલે કહ્યું-ગરબા સમયે ગામડામાંથી રજૂઆતો મળી, સાંજના સમયે લાઈટ આપો; સંકલનની બેઠકમાં વીજળીના મુદ્દાની ચર્ચા

    9 hours ago

    ઉત્તર ગુજરાતમાં નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન થઈ રહેલા વીજકાપના કારણે ગ્રામજનો તેમજ ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને સાંજના સમયે જમવાના અને નવરાત્રિના સમયે જ લાઈટ જતી રહેતી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ મહેસાણાના નેતા અને સાંસદ હરિભાઈ પટેલ દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટર કચેરીની સંકલન બેઠકમાં મુદ્દો ચર્ચાયો સરપંચો અને વિવિધ વિસ્તારોના ડેલિગેટો તરફથી મળેલી વ્યાપક ફરિયાદોને પગલે આ મુદ્દો કલેક્ટર કચેરીની સંકલન બેઠકમાં પ્રમુખતાથી ચર્ચાયો હતો. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના તહેવાર દરમિયાન સાંજના સમયે વીજકાપ થવાને કારણે પ્રજા ત્રાહિમામ છે. ગામડાઓ અને વિસ્તારોમાંથી ઉઠેલી આ વ્યાપક ફરિયાદોના નિરાકરણ માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત વીજકાપના લીધે ઉત્તર ગુજરાતના ઉદ્યોગોના ઉત્પાદન પર પણ વિપરીત અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે. 'દિવસે વીજ પુરવઠો મળી રહે છે, સાંજે અછત સર્જાય છે' સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે દેશમાં ઓછો વરસાદ અને 'અલ નિનો'ની અસરના કારણે વીજળીની માંગમાં અણધાર્યો વધારો થયો છે. મે મહિનામાં જે પ્રમાણમાં વીજળીનો લોડ રહેતો હોય છે, તેટલો જ લોડ હાલ ઓક્ટોબર માસમાં નોંધાઈ રહ્યો છે. હાલ સમગ્ર દેશમાં 12 ટકા વીજળીની તંગી અને માંગ-લોડ શોર્ટજ ઊભી થઈ છે. દિવસ દરમિયાન સોલાર ઊર્જા દ્વારા વીજપુરવઠો મળી રહે છે, પરંતુ સાંજના સમયે અછત સર્જાય છે. ગરબા સમયે વીજ પુરવઠો મળવો જરૂરી સાંસદોએ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં નાનો-મોટો કાપ એડજસ્ટ કરીને પણ ગ્રામીણ વિસ્તારોમાં સાંજના સમયે અને નવરાત્રિના ગરબાના સમયે સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવો અત્યંત જરૂરી છે. ટેકનિકલ અધિકારીઓ સાથેની ચર્ચા બાદ, ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા સરકારમાં મંત્રીસ્તરે પણ રજૂઆતો કરવામાં આવી છે. પ્રજાની આ સમસ્યાનું કાયમી નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ પ્રતિનિધિઓ અને આગેવાનો એક થઈને રજૂઆતો ચાલુ રાખશે તેવી ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજપર ગામમાં રક્તદાન કેમ્પ:પટેલ સમાજ વાડી ખાતે 51 લોકોએ રક્તદાન કરીને સ્વ. લાભુબેનને અનોખી શ્રદ્ધાંજલિ આપી
    Next Article
    Sandeep Reddy Vanga Calls Vijay Deverakonda The Next Defining Action Hero Of Indian Cinema After Watching Ranabaali

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment