Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રેટર નોઈડામાં પતિ-પત્ની, ત્રણ બાળકોનું શંકાસ્પદ મોત:પાડોશીઓએ કહ્યું- મિલકત મામલે વિવાદ હતો, સાસુએ નૂડલ્સમાં ઝેર ભેળવ્યું હોવાની શંકા

    2 days ago

    ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પરિવારના 5 લોકોના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા છે. તેમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો છે. પાંચેય મૃતદેહો ઘરમાં પથારી પર મળી આવ્યા હતા. શનિવારે સવારે ઘણો સમય વીતી ગયો છતાં પરિવાર જાગ્યો નહીં, તેથી પડોશીઓને શંકા ગઈ. લોકો ત્યાં પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. બારીમાંથી જોયું તો પાંચેય પથારી પર સૂતેલા દેખાયા. તેમાંથી એકના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘરમાં ગઈ તો જોયું કે પલંગ પર પિતાનો પુત્રને વળગીને પડેલો મૃતદેહ હતો. બીજા પલંગ પર માતા, નાનો પુત્ર અને પુત્રીના મૃતદેહ હતા. માતા પોતાના બાળકો પર હાથ રાખીને સૂતી હતી. મૃતકોમાં મહેશ (37), તેની પત્ની લલિતા (35), પુત્ર લડ્ડુ (11) અને સાક્ષત (3) તથા પુત્રી મિષ્ટી (7)નો સમાવેશ થાય છે. આ ઘટના ગ્રેટર નોઇડાના રબૂપુરા કોતવાલી વિસ્તારના નંગલા શ્રીપદમ ગામની છે. આ સ્થળ જેવર એરપોર્ટથી 6 કિમી દૂર છે. ડીસીપી શ્રવણ કુમાર સિંહે જણાવ્યું કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણવા મળશે. બીજી તરફ, પાડોશીઓનો આરોપ છે કે મિલકતને લઈને મહેશનો પોતાની માતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. માતા કહેતી હતી કે બધું દીકરી અને જમાઈના નામે કરી દઈશ. પાડોશીઓએ માતા પર નૂડલ્સમાં ઝેર ભેળવીને આપવાનો પણ આરોપ લગાવ્યો. ઘટનાસ્થળ જેવર એરપોર્ટથી 6 કિમી દૂર છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, મહેશની માતાએ જણાવ્યું કે બધાએ રાત્રે સૂતા પહેલાં નૂડલ્સ ખાધા હતા. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે મોત નૂડલ્સ ખાવાથી જ થયાં હતાં. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં મામલો ફૂડ પોઈઝનિંગનો લાગી રહ્યો છે. પરંતુ વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોંચી હતી. ઘરની આસપાસ ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ તસવીરો જુઓ- રાત્રે જમ્યા પછી સૂઈ ગયા, સવારે ઊઠ્યા નહીં મા ચંદોએ જણાવ્યું- મહેશ અને બાકીના લોકોએ શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે નૂડલ્સ ખાધા હતા. પછી બધા સૂવા ચાલ્યા ગયા. મારી તબિયત સારી ન હતી, તેથી મેં નૂડલ્સ ખાધા નહોતા. મહેશ રોજ સવારે વહેલો ઊઠતો હતો, પરંતુ શનિવારે મોડે સુધી ન ઊઠ્યો તો શંકા થઈ. મહેશની ભાભી નીરજે જણાવ્યું- મારા પતિનું અવસાન થયું તો મને ઘરમાંથી કાઢી મૂકી. મારી 14 વર્ષની દીકરી છે. તેને પણ સાથે રાખી નહીં. હું તેને લઈને ભાડાના ઘરમાં રહું છું. મહેશે કહ્યું હતું કે ભાભી, તું થોડા દિવસો કાઢી લે, આ થોડા દિવસોની જ વાત છે. દિયર કહેતો હતો કે મારો ભાઈ ચાલ્યો ગયો. હું કોઈનો હિસ્સો નહીં લઉ. હું દરેક વસ્તુમાં હક આપીશ. સાસુ હંમેશાં દીકરીઓ માટે લડતી રહે છે. મારા દિયર-દેરાણી બહુ સારા હતા. મારી નણંદોને સજા મળવી જોઈએ. અમને અમારો હક મળવો જોઈએ. મહેશના સાળાએ કહ્યું- બહેનના ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું પોલીસે પાડોશીઓની પૂછપરછના આધારે જણાવ્યું કે પરિવારમાં પ્રોપર્ટીને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. મહેશ એક કંપનીમાં કામ કરીને ઘરનો ખર્ચ ચલાવતો હતો. પરિવારમાં માતા, પત્ની અને બાળકો હતાં. ત્રણ બહેનોનાં લગ્ન થઈ ચૂક્યાં છે. મોટા ભાઈએ 4 વર્ષ પહેલાં ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી ભાભી બાળકો સાથે અલગ રહે છે. મહેશના સાળા સોનુએ જણાવ્યું- જીજાની માતાનું પિયર રબુપુરામાં છે. તેમને પતિ ઉપરાંત પિયર તરફથી પણ ઘણી પ્રોપર્ટી મળી છે. દિલ્હીની તમામ પ્રોપર્ટી, રબુપુરાનું મકાન અને ખેતીની જમીન તેઓ પોતાની ત્રણેય દીકરીઓના નામે કરી ચૂક્યાં છે. આ દરમિયાન ખેતીની જમીનનું સરકાર તરફથી વળતર મળ્યું. આ પૈસાથી 2017માં મહેશનાં લગ્ન બાદ રબુપુરામાં એક મકાન બનાવડાવ્યું. મહેશ પત્ની સાથે અહીં જ રહેવા લાગ્યા. એક વર્ષ પહેલાં તેમની માતા પણ અહીં આવી ગયાં. તેમણે આ મકાન પણ પોતાની દીકરીઓના નામે કરી દીધું. બની શકે કે આ જ બાબતને લઈને જીજા અને દીદી તણાવમાં રહેતાં હોય અથવા કોઈ તેમને નુકસાન પહોંચાડવા માગતું હોય. સોનુએ જણાવ્યું- 10 દિવસ પહેલાં જીજા પરિવાર સાથે અમારા ઘરે આવ્યા હતા. તે સમયે બધું સામાન્ય લાગતું હતું. 2 દિવસ પહેલાં પણ ફોન પર વાતચીત થઈ હતી, પરંતુ કોઈ પ્રકારની પરેશાની કે તણાવની વાત જણાવી નહોતી. પોલીસ આ મામલે 3 દિશામાં તપાસ કરી રહી છે ફૂડ પોઈઝનિંગ: પોલીસ ફૂડ પોઈઝનિંગની આશંકાને આધારે તપાસ આગળ વધારી રહી છે. જોકે, ફૂડ સેફ્ટી ઓફિસર ઓ.પી. સિંહનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગની અસર દેખાવામાં 5-6 કલાક લાગે છે. ઊલટી-ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ, આ મામલે એવું કંઈ જોવા મળ્યું નથી. આત્મહત્યા કે હત્યા: બધી પ્રોપર્ટી મહેશની બહેનોના નામે હોવાની વાત સામે આવ્યા બાદ પોલીસ આત્મહત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ક્યાંક પરિવાર કોઈ તણાવમાં તો નહોતો ને? શું મહેશે બધાને ઝેર આપીને પોતે પણ આત્મહત્યા તો નથી કરી? પ્રોપર્ટી વિવાદ: પ્રોપર્ટી વિવાદને લઈને પણ પોલીસ તપાસમાં લાગી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું મહેશ આ વાતનો વિરોધ કરી રહ્યો હતો કે બધી પ્રોપર્ટી તેના બદલે અન્ય લોકોના નામે કરવામાં આવી રહી છે? શું આ જ અદાવતમાં કોઈએ તેની હત્યાનું કાવતરું રચ્યું હતું? પોલીસ અને ફોરેન્સિક ટીમે જ્યારે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા ત્યારે ઘરના રસોડામાં રાખેલા વાસણમાં વધેલી નૂડલ્સ મળ્યા હતા. પોલીસે વાસણ કબજે લઈને તપાસ માટે લેબમાં મોકલી દીધા છે. પોલીસ તપાસ કરી રહી છે કે મામલો ફૂડ પોઈઝનિંગનો છે કે પછી પરિવારે કોઈ સમસ્યાને કારણે આત્મહત્યા કરી છે. પોલીસે પડોશીઓની પૂછપરછના આધારે જણાવ્યું કે મહેશ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેઓ પોતાની માતા અને પત્ની-બાળકો સાથે રહેતા હતા. પરિવારના પાંચેય સભ્યોએ શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે જમ્યા અને સૂવા ગયા. પરિવાર દરરોજ સવારે વહેલો ઊઠતો હતો, પરંતુ શનિવારે ઘણો સમય સુધી દરવાજો ન ખૂલતાં પડોશીઓને શંકા ગઈ. તેમણે બુમો પાડી ત્યારે મહેશની માતાએ દરવાજો ખોલ્યો. અંદર જોયું તો પરિવાર ખતમ થઈ ચૂક્યો હતો. તેઓ ચીસ પાડી ઊઠ્યાં. તેમણે જણાવ્યું કે મારી તબિયત થોડી ખરાબ રહે છે. ગઈ કાલે રાત્રે મને કંઈ ખાવાનું મન નહોતું. તેથી હું કંઈ ખાધા વગર જ સૂઈ ગઈ. જો મેં પણ જમ્યું હોત તો આ દુઃખ જોવું ન પડત. બહેને કહ્યું- મારી બહેનની નણંદ અને નણદોઈએ હત્યા કરાવી લલિતાની બહેન પૂજાએ કહ્યું- આ ફૂડ પોઈઝનિંગ નહીં, હત્યા છે. મારી બહેનની નણંદ અને નણદોઈએ પ્રોપર્ટીના વિવાદમાં હત્યા કરાવી છે. તે લોકોએ દિલ્હી અને બિલાસપુરની પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી હતી. ડીઆઈજી રાજીવ રંજને જણાવ્યું- પહેલાં એવી વાત સામે આવી હતી કે આ ફૂડ પોઈઝનિંગનો કેસ હોઈ શકે છે. જો કોઈ પ્રોપર્ટીનો મામલો છે, તો અમે તમામ પાસાંની તપાસ કરીશું. જે પણ દોષિત હશે, તેની સામે કડક કાર્યવાહી કરીશું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જે તથ્યો સામે આવશે, તેની તપાસ કર્યા પછી સ્પષ્ટ કરીશું કે ઘટના કેવી રીતે બની. ડીસીપી શ્રવણ કુમારે જણાવ્યું- રબૂપુરામાં એક પરિવારના 5 લોકોનાં મોત થયાં છે. બધાએ રાત્રે 10થી 10:30 વાગ્યાની વચ્ચે ભોજન લીધું હતું. સવારે જ્યારે એક બાળકને પરીક્ષા માટે જગાડવા ગયા, ત્યારે ઘટનાની જાણ થઈ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે જે વસ્તુઓ ખાધી હતી અને અન્ય બાબતોના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    સોનું મોંઘું થતાં મિડલ ક્લાસ વધુ સમજદાર બન્યો:તનિષ્કના CEOએ કહ્યું- 50% વેચાણ એક્સચેન્જથી થઈ રહ્યું છે; 18 કેરેટમાં 22 કેરેટ જેવી ફિનિશ આપી રહ્યા છીએ
    Next Article
    અભિજીત દીપકેને જામીન મળ્યા:શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી; SIRના વિરોધમાં 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment