Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું મોંઘું થતાં મિડલ ક્લાસ વધુ સમજદાર બન્યો:તનિષ્કના CEOએ કહ્યું- 50% વેચાણ એક્સચેન્જથી થઈ રહ્યું છે; 18 કેરેટમાં 22 કેરેટ જેવી ફિનિશ આપી રહ્યા છીએ

    2 days ago

    સોનાના સતત વધતા ભાવો વચ્ચે ભારતીય ગ્રાહકોની દાગીના ખરીદવાની રીતમાં મોટો ફેરફાર આવ્યો છે. હવે જ્વેલરીની ખરીદી લાગણીઓ અથવા વિચાર્યા વિના નહીં, પરંતુ પૂરતા સંશોધન અને સમજદારી સાથે કરવામાં આવી રહી છે. તનિષ્કના CEO અરુણ નારાયણે ભાસ્કરને જણાવ્યું કે કંપની ગ્રાહકોની આ બદલાતી વિચારસરણીને ધ્યાનમાં રાખીને જ્વેલરીને વધુ સસ્તી, બહુહેતુક અને વ્યવહારુ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આમાં જૂના સોનાના એક્સચેન્જ પ્રોગ્રામ, 18 કેરેટમાં 22 કેરેટ જેવી ફિનિશ આપતી ટેક્નિક અને બહુહેતુક એટલે કે વર્સેટાઇલ વેડિંગ સેટ્સનો સમાવેશ થાય છે. અરુણે કહ્યું કે તનિષ્ક ગ્રાહકો વિશે એટલું જ સંશોધન કરે છે, જેટલું ગ્રાહકો સોના વિશે કરે છે. તનિષ્કના CEO અરુણ નારાયણ સાથેની વાતચીતના મુખ્ય અંશો… સવાલ 1. સોનાના વધેલા ભાવો વચ્ચે શું ભારતીય મિડલ ક્લાસ માટે દાગીના ખરીદવા એક લક્ઝરી બની ગયું છે, જેના વિશે તેમને બે વાર વિચારવું પડે છે? જવાબ: ભારતીય મિડલ ક્લાસ ગ્રાહકો અત્યંત સ્માર્ટ અને જાગૃત છે. સમય અને વધતી કિંમતો સાથે તેમની ખરીદી કરવાની રીત વિકસિત થઈ છે. તેમણે હવે ખરીદીનો યોગ્ય સમય પસંદ કરવાનું શીખી લીધું છે. હવે આ પહેલાંની જેમ વિચાર્યા વિના કરવામાં આવતી ખરીદી નથી, પરંતુ એક પ્લાન્ડ મૂવ છે. લોકો સોનાના ભાવની હિલચાલ પર નજર રાખે છે અને પોતાના બજેટ મુજબ ભાવની રાહ જુએ છે. સ્ટોરમાં આવતો દરેક ગ્રાહક સંપૂર્ણ રિસર્ચ સાથે આવે છે. આ ઉપરાંત, જૂનું સોનું એક્સચેન્જ કરીને નવી જ્વેલરી ખરીદવી સૌથી સ્માર્ટ રીત બની ગઈ છે. અમારા કુલ વેચાણનો ઓછામાં ઓછો 50% હિસ્સો જૂના સોનાના એક્સચેન્જમાંથી જ આવે છે. અમે ગ્રાહકોની સમસ્યાઓ દૂર કરવા માટે અનેક પર્ચેઝ પ્લાન અને સ્કીમ્સ ચલાવીએ છીએ. ઉદાહરણ તરીકે, ગ્રાહકો જે દિવસે સોનું સસ્તું હોય તે દિવસે બુકિંગ કરી શકે છે. જો ડિલિવરીના દિવસે ભાવ વધી જાય, તો પણ તેમને બુકિંગના દિવસનો ઓછો દર જ મળે છે. બીજી તરફ, જો કિંમતો ઘટી જાય, તો તેમને તે દિવસની ઓછી કિંમતનો લાભ આપવામાં આવે છે. અમે 18-કેરેટમાં 22-કેરેટ જેવી ફિનિશવાળા હળવા વજનનાં આભૂષણો પર ધ્યાન આપી રહ્યા છીએ, જેથી ગ્રાહકોને કોઈ સમાધાન કર્યાની લાગણી ન થાય. તેવી જ રીતે, હીરાનાં આભૂષણોમાં અમારી શરૂઆત 14-કેરેટથી થાય છે. અમારો પ્રયાસ એ જ છે કે મહિલાઓને એવું ન લાગે કે આભૂષણો તેમની પહોંચની બહાર છે અથવા માત્ર એક લક્ઝરી છે. સવાલ 2. શું ટિયર-2 અને ટિયર-3 શહેરોનો મધ્યમ વર્ગ હજુ પણ મોટા પ્રમાણમાં સોનાનાં આભૂષણો ખરીદી રહ્યો છે, કે પછી આ બજાર કિંમતને લઈને વધુ સંવેદનશીલ છે? જવાબ: ભારતીય ગ્રાહકની સૌથી મોટી ખાસિયત એ છે કે શહેર નાનું હોય કે મોટું, તેઓ પોતાના પૈસાને લઈને ખૂબ જ સાવચેત રહે છે. તેઓ માત્ર કિંમત જ નહીં, પરંતુ મૂલ્ય પણ જુએ છે. સોનાની વધતી કિંમતો વચ્ચે આ વાત વધુ લાગુ પડે છે. અમારી પાસે બે પ્રકારના ગ્રાહકો છે. પહેલો વર્ગ એવો છે જે મૂલ્યની શોધમાં રહે છે. બીજો વર્ગ એવો છે જે ડિઝાઇન અને દેખાવની શોધમાં રહે છે. આ બંને વર્ગો અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી જ્યારે અમે અમારા પ્રોડક્ટ્સ તૈયાર કરીએ છીએ, ત્યારે મૂલ્ય અને ડિઝાઇન બંને ઇચ્છતા ગ્રાહકોની જરૂરિયાતોનું ધ્યાન રાખીએ છીએ. સવાલ 3. મિડલ ક્લાસના બજેટને અસર કર્યા વિના તેમના માટે એસ્પિરેશનલ ડિઝાઇન કેવી રીતે તૈયાર કરો છો? જવાબ: અમારું 'Adhyantara' કલેક્શન તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે સૂર્ય, ચંદ્ર, તારાઓ અને તૂટતા તારાઓથી પ્રેરિત છે, જે સેલેસ્ટિયલ ઇમેજરી એટલે કે ખગોળીય દૃશ્યોને ભારતીય આભૂષણ કારીગરી સાથે જોડે છે. આ કલેક્શન એવી મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે, જેઓ પરંપરાગત દાગીનાને પસંદ કરે છે, પરંતુ તેમને આધુનિક રીતે સ્ટાઇલ કરવાની સ્વતંત્રતા ઇચ્છે છે. આ કલેક્શનમાં 100થી વધુ ડિઝાઇન્સનો સમાવેશ થાય છે. એક મહિલા પોતાના દાગીના વિશે શું વિચારે છે તે સમજવામાં અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ. સવાલ 4. સોનાની કિંમત વજન અને શુદ્ધતા પરથી નક્કી થાય છે, પરંતુ હીરાની રીસેલ વેલ્યુ નક્કી કરવાની પ્રક્રિયા અલગ છે. ડાયમંડ જ્વેલરીને પ્રોત્સાહન આપતી વખતે તમે આ ચિંતાને કેવી રીતે દૂર કરો છો? જવાબ: હીરાની વેલ્યુની વાત કરીએ તો, અમે શરૂઆતથી જ એક્સચેન્જ વેલ્યુ અથવા એક્સચેન્જના સમયે પ્રચલિત દરે 100% વિશ્વાસ આપીએ છીએ. એક્સચેન્જ 10 વર્ષ બાદ થાય કે પછીની પેઢી દ્વારા કરવામાં આવે, તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે સોના, હીરા અને અન્ય સ્ટોન્સના વજન અને વેલ્યુનું સ્પષ્ટ તથા ચોક્કસ વિભાજન આપીએ છીએ, તેથી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે છે અને ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે છે. એકમાત્ર બાબત જે ગ્રાહકને અગાઉથી ખબર હોતી નથી, તે એ છે કે બે દાયકા બાદ તેની કિંમત કેટલી હશે. સવાલ 5. શું ડાયમંડ જ્વેલરી પહેલીવાર ખરીદી કરનારાઓ માટે સરળતાથી ઉપલબ્ધ છે, કે પછી જાહેરાત દ્વારા તેને માત્ર એક ઇચ્છા એટલે કે આકર્ષક બનાવવામાં આવી છે? જવાબ: હીરો દરેકની પહોંચમાં છે. અમે ગ્રાહકોને અલગ-અલગ રેન્જમાં વધુ સારા વિકલ્પો આપવા માટે સતત સજાગ રહીએ છીએ. તેથી, ₹20,000થી શરૂઆત કરીને અમારી રેન્જ ₹1 લાખ અને તેનાથી વધુ સુધી જાય છે. પહેલી વાર ખરીદી કરનારાઓ અથવા કોઈને ભેટ આપવાની ઇચ્છા ધરાવનારાઓ માટે ₹9,000થી લઈને ₹50,000 કરતાં ઓછી કિંમતમાં અનેક ડિઝાઇનો ઉપલબ્ધ છે. આ રીતે અમે ગ્રાહકના બજેટના દબાણને પણ સંભાળીએ છીએ અને સાથે જ તેમના આનંદ તથા ગૌરવ (પ્લેઝર)ની લાગણીનું પણ ધ્યાન રાખીએ છીએ. સવાલ 6. શું ટ્રેન્ડ પરંપરાગત જ્વેલરીમાંથી લાઇટવેઇટ જ્વેલરી તરફ વળી રહ્યો છે? જવાબ: ના, એવું નથી. ગ્રાહકો કોઈપણ જ્વેલર પાસેથી સંપૂર્ણ વૈવિધ્યની અપેક્ષા રાખે છે, જેથી તેઓ રોજ પહેરવાના દાગીનાથી લઈને ખાસ પ્રસંગો માટેના દાગીના સુધી પસંદગી કરી શકે. જ્યારે પણ કોઈ મહિલા સ્ટોરમાં આવે છે, ત્યારે તે અલગ વિચારધારા (માઇન્ડસેટ) સાથે આવે છે. એક દિવસે તે જીવનમાં એક જ વાર કરવામાં આવતી ખાસ ખરીદી માટે ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોઈ શકે છે, જ્યારે આગામી મુલાકાતમાં તે ડેઇલી વેર પસંદ કરી શકે છે. આ ટ્રેન્ડમાં ફેરફાર કરતાં વધુ વિકલ્પોની વાત છે. સવાલ 7. નાના શહેરોના ગ્રાહકોને વિકાસની આગામી મોટી તક તરીકે જોવામાં આવે છે, તમારી પાસે એવા કયા પુરાવા છે કે આ ગ્રાહકો ઘરેણાં પર ખર્ચ કરે છે? જવાબ: તમે કોઈપણ શહેરમાં જાઓ, લોકોની આકાંક્ષાઓ અલગ હોતી નથી. ખર્ચની બાબતમાં સોના અને ઘરેણાંનું ભારતીય મહિલાઓ સાથે ગાઢ જોડાણ છે. તેને એકસાથે પરંપરા, રોકાણ, શુભ, મૂલ્યવાન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેથી મહિલાઓ તેને ખરીદવાનું અને આગામી પેઢીને સોંપવાનું પસંદ કરે છે. તેને વ્યક્ત કરવાની રીત જ શહેર પ્રમાણે બદલાઈ શકે છે, તેથી રાજ્ય પ્રમાણે ઘરેણાંની ડિઝાઇનમાં પણ ફેરફાર જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals
    Next Article
    ગ્રેટર નોઈડામાં પતિ-પત્ની, ત્રણ બાળકોનું શંકાસ્પદ મોત:પાડોશીઓએ કહ્યું- મિલકત મામલે વિવાદ હતો, સાસુએ નૂડલ્સમાં ઝેર ભેળવ્યું હોવાની શંકા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment