Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લેઉવા પટેલ સમાજને અલગ કરવાની કોશિષ કરશે તો નહીં થાય':અન્નપૂર્ણા ખોડલધામ મામલે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું- નાની-મોટી નોકજોક તો પરિવારમાં પણ થતી હોય

    2 days ago

    લેઉવા પટેલ સમાજને અલગ કરવાની કોશિષ કરશે તો પણ નહીં થાય, નાની-મોટી નોકજોક તો પરિવારમાં પણ થતી હોય છે. આ શબ્દો છે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના. રાજકોટ મહાનગરપાલિકામાં સાત મહાનુભાવોને મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયા હતા. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આ સન્માન અપાયું. ત્યારે આ દરમિયાન એવોર્ડ સ્વીકારવા પહોંચેલા તેમના પુત્ર શિવરાજ પટેલે સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામના નવા મંદિર બાબતે નિવેદન આપ્યું હતું. આ પણ વાંચો: સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધામ સમાજના બે ભાગ પડશે તેવી વાતને નકારી શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, સુરત અને દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદારોને કાગવડ દૂર બનતું હોવાથી નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. નાની મોટી નોકજોક તો પરિવાર, પાર્ટી અને દેશમાં પણ થતી હોય છે તો આ તો દોઢ કરોડની વસ્તી ધરાવતો લેઉવા પાટીદાર સમાજ છે. જો કે નવું મંદિર બનવાથી સમાજના બે ભાગ પડશે તેવી વાતને નકારી હતી. સમાજમાં ઘણા બધા આગેવાનો આવતા હોય છે. બધાયને એક રહીને ભેગું રહેવાનું કામ છે. 'સારું કામ કરવાનું અને વાદ-વિવાદ થાય કે ન થાય' શિવરાજ પટેલે વધુમાં જણાવ્યું કે, મંદિર બીજું બનતું હોય તો મારા હિસાબથી એ બહુ જ સારી વસ્તુ છે. હું ટ્રસ્ટનો મેમ્બર નથી એટલે મને બહુ ડીટેલમાં ખ્યાલ નથી. જ્યારે નરેશભાઈનું કદ નાનું કરવા બાબતે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, એવું કરવું હોત તો ઘણા એવા મોકા મળ્યા છે. નરેશભાઈ ખૂબ જ ડાઉન ટુ અર્થ માણસ છે, જમીનથી જોડાયેલા છે. એમને સમાજ સેવા સિવાય બીજું કંઈ કરવું નથી. રાજકારણનો જવાબ એમને બધાયને આપી દીધો છે એટલે એવો કોઈ હેતુ નથી. વધુમાં જણાવ્યું હતું કે, મને હમણાં જ એક પત્રકાર મિત્રએ પૂછ્યું કે ભાઈ આ વાદ-વિવાદ કરવાના. વાદ-વિવાદ મેં કીધું ક્યાં નથી? આખા દેશમાં છે, પાર્ટીઓમાં છે, સમાજમાં હોય બધે હોય એટલે આપણે સારું કામ કરવાનું અને વાદ-વિવાદ થાય કે ન થાય. 'આ બધું કોણ કરાવે છે એ મારો સબ્જેક્ટ નથી' જ્યારે આ બધું કોણ કરાવતું હશે તે બાબતે પૂછતા તેણે જણાવ્યું કે એ મારો સબ્જેક્ટ નથી, મારું કામ ધંધો કરવાનું છે. હું ખોડલધામનો મેમ્બર નથી. નરેશભાઈનો સન છું. એના હેતુ ઉપરથી હું જવાબ આપી રહ્યો છું. બસ આગળ મને સમાજમાં કઈ બીજી ક્લેરીફિકેશન જોતી હોય તો. 'મંદિર માતાજીનું છે અને સર્વેને આદરમાન હોય છે' જ્યારે સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણીને સુરત પાસે ખોડલધામ મંદિર બનાવવા મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સુરત ખાતે નવું ખોડલધામ મંદિર બનવાથી અસર થશે નહીં. મંદિર માતાજીનું છે અને માતાજી પ્રત્યે સર્વેને આદર માન હોય છે. જે થતું હોય તે સારું થતું હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાત મહાનુભવોને મહાત્મા ગાંધી એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં સામાજિક ક્ષેત્રે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ઉમિયા સિદસર ધામના ચેરમેન મૌલેશ ઉકાણી, ઉદ્યોગ ક્ષેત્રે દાતા રામભાઈ મોકરીયા, સેવાકીય સંસ્થા તરીકે નિયો ફાઉન્ડેશન, સહકાર ક્ષેત્રે દિનેશ પાઠક, નારી રત્ન તરીકે ઇન્દિરાબેન શિંગાળા, કલા ક્ષેત્રે તેજસ શિશાંગીયા સહિતનાઓને એવોર્ડ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કોળી પટેલ સમાજ દ્વારા સર્વ સમાજ ગરબા મહોત્સવ:સીબી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર 21 અને 22 ઓક્ટોબરે થશે આયોજન, પ્રવેશ મફત
    Next Article
    Chat With JD Vance, Then Fired Moments Later: How Katie Zacharia Was Axed'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment