Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ધ બ્રાઇટ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી, વિદ્યાર્થીઓએ રંગબેરંગી વેશભૂષામાં ગરબા કર્યા, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામ મળ્યા

    10 hours ago

    ધ બ્રાઇટ સ્કૂલ, વાસણામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં શાળાએ આવ્યા હતા. આ ઉજવણી ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ દર્શાવતી હતી. શાળાના મેદાનને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, જેનાથી ઉત્સવનો માહોલ બન્યો હતો. આ પ્રસંગે નવરાત્રીનું મહત્વ સમજાવવામાં આવ્યું. નવરાત્રી દુર્ગા માતાની પૂજા અને સત્યના વિજયનું પ્રતીક છે. શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહે પરિવારજનો, આચાર્યો અને વિદ્યાર્થીઓ સાથે માતાજીની આરતી કરી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઇનામ વિતરણ સમારોહ હતો. શ્રી સૌમિલ શાહે શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ પરંપરાગત વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કર્યા. તેમણે વિદ્યાર્થીઓની પ્રતિભા અને ઉત્સાહને પ્રોત્સાહિત કર્યા હતા. આખો દિવસ ભક્તિ અને આનંદથી ભરેલો હતો.
    Click here to Read More
    Previous Article
    ISROના વૈજ્ઞાનિકોએ SOU TALK 2.0 માં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું:સિલ્વર ઓક યુનિવર્સિટીએ સ્પેસ સાયન્સ અને ટેકનોલોજી પર કાર્યક્રમ યોજ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વિસલપુર હાઈસ્કૂલમાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી, શ્રી તલકચંદ ઝબકબા સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધો ભાગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment