Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિહોરના ધ્રુપકા ગામે શેઢાના રસ્તા બાબતે તકરાર:યુવક પર લોખંડના સરીયાથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

    1 day ago

    શિહોર તાલુકાના ધ્રુપકા ગામે વાડીના શેઢે ચાલવાના રસ્તા બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવક પર લોખંડના સરીયા વડે હુમલો કરી જમણા હાથમાં ફ્રેક્ચર કરી દેવાતા ભોગ બનનાર યુવકે બે શખ્સો સામે શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ધ્રુપકા ગામે રહેતા અને ખેતી તેમજ મજૂરી કામ કરતા અજય બટુકભાઈ મકવાણા ગત તા.15/10 ના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે ગામના 'ભાડીયા વાડી' વિસ્તારમાં આવેલી પોતાની વાડીએ વાછરડીને નીરણ કરવા ગયા હતા. તે સમયે તેમની વાડીના શેઢે ચાલવા માટે રાખેલા રસ્તામાં બાજુની વાડીવાળા ગીધા રામાભાઈ બારૈયાએ અરણી તથા બાવળ નાખી રસ્તો બંધ કરી દીધો હતો. અજય આ રસ્તો જોઈ રહ્યા હતા ત્યારે ગીધા બારૈયા ત્યાં આવી પહોંચ્યા હતા અને "આ રસ્તો તારા બાપનો નથી, મારા બાપનો છે" તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ ગીધા પોતાના ભાઈ રમેશ રામાભાઈ બારૈયાને બોલાવી લાવ્યા હતા. રમેશ પોતાના હાથમાં લોખંડનો સરીયો લઈને આવ્યા હતા અને ગાળો આપી અજયના જમણા હાથ પર સરીયાનો સપાટો મારી દીધો હતો. બીજો ઘા મારવા જતાં અજય ત્યાંથી ભાગી છૂટ્યા હતા., હુમલામાં ઈજા પામેલા અજયને તેમના પિતા પ્રથમ શિહોર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં એક્સ-રે કરાવતા જમણા હાથમાં ફ્રેક્ચર હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે શિહોરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ડૉક્ટરે હાથ પર પ્લાસ્ટર બાંધ્યું હતું. બનાવ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાનની વાટાઘાટો ચાલતી હોય, જેથી તુરંત ફરિયાદ નોંધાવાઈ નહોતી. પરંતુ સમાધાન ન થતાં આખરે અજય મકવાણાએ ગીધા રામાભાઈ બારૈયા અને રમેશ રામાભાઈ બારૈયા સામે શિહોર પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર-પ્રાંતિજની શાળાઓમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી:વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ગરબે ઘૂમ્યા, શંભુ ભટ્ટ પણ જોડાયા
    Next Article
    અભિજીત દીપકેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા:CJPની લીગલ ટીમ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી; સવારે નેહા બોરા મુક્ત થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment