Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતેજ નજીકની સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ:ફાયરે મેજર કોલ જાહેર કર્યો, ફેક્ટરીમાં હાજર કર્મચારીઓમાં જીવ અને માલ બચાવવા દોડધામ

    22 hours ago

    અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક આવેલા કારોલી પાસે સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં ‘સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો અને કર્મચારીઓ હાજર હોવાથી જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ડિબંગ ગોટા ઊડતા નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના ઔદ્યોગિક એકમોમાં પણ ફાળ પડી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. કલોલ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અસલમ ચૌહાણે કહ્યુ કે, મેજર કોલ જાહેર કરાયો છે. કલોલની ત્રણ ગાડીઓ, કડીની બે ગાડીઓ ઉપરાંત ગાંધીનગરથી બે ગજરાજ ગાડીઓ આગ પર કાબૂ મેળવવા કામે લગાવવામાં આવી છે. હાલના તબક્કે જોઈ જાનહાનિ થઇ હોય એવું સામે આવ્યું નથી. કર્મચારીઓની પ્રાથમિક પૂછતાછમાં આગ લાગતા જ તમામ લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. હાલમાં સ્થળ પર મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. આગ કાબૂમાં આવે પછી વધુ માહિતી સામે આવશે. તપાસ બાદ જાનહાનિ વિશે ખબર પડશેઃ PI આ ઘટના અંગે સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. ચૌધરીએ જણાવ્યું કે, ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલાને તાત્કાલિક સ્થળ પર મોકલી આપવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ટુકડી અને ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચીને કંટ્રોલ મેળવવાની પ્રક્રિયામાં જોતરાઈ ગયા છે. સ્થળ પર જઈને વિગતવાર તપાસ કર્યા પછી જ કોઈ જાનહાનિ થઈ છે કે નહીં? તેમજ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું છે? તે સહિતની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ પ્રાથમિક તબક્કે ફેક્ટરીમાં રહેલા કાચા ફોમ સીટો વાળા જ્વલનશીલ માલસામાનના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ધૂમાડાના કારણે ફાયર ફાઈટરોને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, પરંતુ બનાવ સ્થળે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાલ પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે અને કાયદો વ્યવસ્થા જાળવવા સાથે આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા, આખો પરિવાર ખતમ:સવારે ઘરમાંથી એકબીજાને ભેટીને સૂતેલાં 5 મૃતદેહ મળ્યા, પતિ-પત્ની, ત્રણ બાળકોનું શંકાસ્પદ મોત
    Next Article
    જામનગરમાં નવરાત્રી દરમિયાન પોલીસ પણ ગરબે ઘૂમી:ખેલૈયાઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત, કોમ્બિંગ ડ્રાઈવ અને વાહન ચેકિંગ પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment