Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાયન્સ સિટી પાસે હાર્મની હરીકેશમાં નવરાત્રી ગરબા મહોત્સવ, બાળકો અને સભ્યોએ પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી

    21 hours ago

    અમદાવાદના સાયન્સ સિટી પાસે આવેલા હાર્મની હરીકેશમાં નવરાત્રી પર્વનું ભવ્ય આયોજન કરાયું હતું. આ ગરબા મહોત્સવમાં સોસાયટીના સભ્યો અને બાળકોએ પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધીના સભ્યોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ખાસ કરીને રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નાના બાળકોએ ગરબા રમી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની આકર્ષક વેશભૂષા અને તાલબદ્ધ ગરબાએ માહોલને વધુ રંગીન બનાવ્યો. આ મહોત્સવ દરમિયાન શિસ્તબદ્ધ રીતે ગરબા રમવામાં આવ્યા. સૌએ એકસાથે ગરબે ઘૂમીને ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી પરંપરાનું સુંદર પ્રદર્શન કર્યું. આ આયોજનથી સભ્યોમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બની. નવરાત્રીની આ ઉજવણીએ હાર્મની હરીકેશનું વાતાવરણ ઉત્સવમય બનાવ્યું. સભ્યોના ઉત્સાહ અને સહભાગિતાએ આ ગરબા મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં છઠ્ઠા નોરતે ગરબાનું આયોજન, નાના-મોટા સૌએ માતા અંબાને યાદ કર્યા, બાળકોને ગિફ્ટ પણ અપાઈ
    Next Article
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા, આખો પરિવાર ખતમ:સવારે ઘરમાંથી એકબીજાને ભેટીને સૂતેલાં 5 મૃતદેહ મળ્યા, પતિ-પત્ની, ત્રણ બાળકોનું શંકાસ્પદ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment