Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોફેશનલ આયોજનોને પણ ટક્કર આપતા શેરી ગરબા:કાળિયાબીડમાં કેસરિયા અને ભગવતી ગ્રુપની નવરાત્રિમાં બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં રાસની રમઝટ બોલાવી

    1 day ago

    ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે ગરબાનો અદભુત રંગ જામ્યો હતો. કાળિયાબીડમાં આવેલા રામનગર યુવક મંડળ ટ્રસ્ટ કેસરિયા ગ્રુપ અને ભગવતી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબામાં મહિલાઓ અને દીકરીઓએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. શેરી ગરબાઓના સફળ આયોજને પ્રોફેશનલ ગરબા આયોજકોને પણ પાછળ છોડી દીધા છે. કેસરિયા ગ્રુપ દ્વારા છેલ્લા 36 વર્ષથી આયોજન કાળિયાબીડ વિસ્તારમાં કેસરિયા ગ્રુપ દ્વારા છેલ્લા 36 વર્ષથી માત્ર બહેનો અને દીકરીઓ માટે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. દરરોજ અહીં 1,500થી 2,000 મહિલાઓ ગરબે ઘૂમે છે. સંસ્થા દ્વારા દરરોજ શ્રેષ્ઠ ગરબા રમતી બહેનો અને દીકરીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. ભગવતી ગ્રુપ અને શેરી ગરબામાં ઉત્સાહનો માહોલ બીજી તરફ ભગવતી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબામાં પણ મહિલાઓ અને બાળકોએ પરંપરાગત પોશાકમાં રાસની રમઝટ બોલાવી હતી. નવરાત્રિ નિમિત્તે સોસાયટીઓ અને સર્કલોને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે. પરંપરાગત શેરી ગરબાઓથી સંસ્કૃતિનું જતન થતું હોવાથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સિહોરમાં પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી:'પતિ ચારિત્ર્યની શંકા રાખી ત્રાસ આપે છે, હવે સહન થતું નથી'; 15 દિવસ પહેલા માતા પાસે દુ:ખ ઠાલવ્યું તું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહેશ્વરી યુથ ગ્રુપ દ્વારા નવરાત્રિનું આયોજન, અમદાવાદના વટવા કેનાલ પાસે ઝરણા પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓને ઇનામ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment