Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીની ધનંજય સોસાયટી અને સરદાર રેસિડેન્સીમાં ગરબાની જમાવટ:છઠ્ઠા નોરતે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી

    2 days ago

    સમગ્ર ગુજરાત સાથે કડી શહેરમાં પણ નવરાત્રિ મહોત્સવના છઠ્ઠા નોરતે ગરબાનો અદભુત રંગ જામ્યો હતો. કડીની હોલી ફેમિલી હાઈસ્કૂલ પાસે આવેલી ધનંજય સોસાયટી અને સંતરામ સિટીની સરદાર રેસિડેન્સી સોસાયટીમાં ખેલૈયાઓએ પરંપરાગત તથા આકર્ષક વેશભૂષા ધારણ કરી મોડી રાત સુધી ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરી હતી. આ પ્રસંગે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિતના રાજકીય અગ્રણીઓએ ખાસ હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ધનંજય સોસાયટીમાં મહાનુભાવોની હાજરી અને ગરબાની રમઝટ ધનંજય સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, મહેસાણા જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિનોદ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ નીરજ પટેલ, મહામંત્રી દીપક પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પોતે પણ કાર્યકરો સાથે ગરબે ઘૂમ્યા હતા અને સૌએ એકસૂરે 'વંદે માતરમ્'નું ગાન કરી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. સરદાર રેસિડેન્સીમાં વેશભૂષા સાથે ખેલૈયાઓ ઝૂમ્યા બીજી તરફ નાની કડી સ્થિત સંતરામ સિટીની સરદાર રેસિડેન્સી સોસાયટીમાં પણ નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. અહીં મહિલાઓ, યુવતીઓ અને નાના બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ તેમજ આકર્ષક વેશભૂષા ધારણ કરી મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર કડી શહેરમાં ઉત્સવનો માહોલ ઘેરો બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણની નવજીવન સોસાયટીમાં ખોડિયાર માતા થીમ પર ગરબા:મહિલાઓએ કાળા વસ્ત્રો પહેરી ઉત્સાહપૂર્વક રાસ-ગરબા કર્યા
    Next Article
    ફેન ક્રિતી સેનનના પગે પડી ગયો:એક્ટ્રેસે સહજતાથી સ્થિતિ સંભાળી; અક્ષય, સુષ્મિતા સહિતના સેલેબ્સ સાથે પણ આવી પળો ચર્ચામાં રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment