Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિવશક્તિ ગ્રુપની રિધમ નવરાત્રિની સફળતા સાથે શરદપૂર્ણિમાએ શરદોત્સવનું આયોજન:દાંડિયા કિંગ રાહુલ મહેતા ખેલૈયાઓને નચાવશે

    2 days ago

    જામનગરમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા પહેલીવાર 11 થી 20 ઓક્ટોબર દરમિયાન નવ દિવસીય ‘રીધમ ઓફ ગરબા નાઇટ’ અર્બન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ હાપા મેઇન રોડ પર મહિન્દ્રા શોરૂમ સામે આવેલા શાંતિ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો છે. આ મહોત્સવમાં હજારો ખેલૈયાઓએ પ્રખ્યાત કલાકારો સાથે ગરબાની રમઝટ બોલાવી આનંદ માણ્યો હતો. નવરાત્રિના અંતે વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. ખેલૈયાઓના ઉત્સાહભર્યા પ્રતિસાદને કારણે આયોજકોએ હવે શરદોત્સવનું આયોજન કર્યું છે. આ શરદોત્સવ 25 ઓક્ટોબર, શરદ પૂર્ણિમાના દિવસે યોજાશે. તેમાં દાંડિયા કિંગ રાહુલ મહેતા ગરબાનો ઉત્સાહ જગાવશે. શિવશક્તિ ગ્રુપ દ્વારા જામનગરના તમામ નાગરિકો, ગરબાપ્રેમીઓ અને ખેલૈયાઓને નવરાત્રિ મહોત્સવ તેમજ આગામી શરદોત્સવમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    तनुश्री दत्ता के दावों पर नाना पाटेकर के बेटे मल्हार ने दिया रिएक्शन, कहा- सच नहीं बदलेगा
    Next Article
    MLA કુમાર કાનાણીએ રજૂઆત કરી છતાં પાલિકાની ઢીલી નીતિ:કરંજ-અર્ચના વિસ્તારમાં હોટફિક્સ પ્લાસ્ટિકના કચરામાં ભીષણ આગ, વારંવાર આગથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment