Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી:ભાજપના વરિષ્ઠ નેતાને શ્વસન સંબંધિત સમસ્યા બાદ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા, ડોક્ટર્સે કહ્યું- તબિયત સ્થિર

    17 hours ago

    ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે સાંજે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, 98 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ સાંજે આશરે 7:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓને હોસ્પિટલના પલ્મોનોલોજી (શ્વસન રોગ) વિભાગમાં રાખવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. અડવાણીની તબિયત સ્થિરઃ તબીબી સૂત્રો હોસ્પિટલના સૂત્રો અને તબીબોના જણાવ્યા અનુસાર, હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. અડવાણી ભાજપના સ્થાપક સભ્ય, 7મા નાયબ વડાપ્રધાન બન્યા હતા અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં થયો હતો. 2002 અને 2004 ની વચ્ચે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 7મા નાયબ વડાપ્રધાન હતા. આ સમયગાળા દરમિયાન, તેઓ 1998 થી 2004 વચ્ચે NDA સરકારમાં ગૃહ મંત્રી પણ હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ છે. અડવાણીની રથયાત્રા, મોદીને સોંપવામાં આવી હતી 63 વર્ષની ઉંમરે લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલન માટે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. 25 સપ્ટેમ્બર, 1990ના રોજ શરૂ થયેલી આ યાત્રાનું નેતૃત્વ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું. અડવાણીની રથયાત્રાનો ચમત્કાર હતો કે, 1984માં બે બેઠકો જીતનાર ભાજપને 1991માં 120 બેઠકો મળી હતી. એટલું જ નહીં, અડવાણીને સમગ્ર દેશમાં હિન્દુ નેતા તરીકે ઓળખ મળી. આ સાથે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર જેવા રાજ્યોમાં ભાજપને નવી ઓળખ મળી. જોકે અડવાણી રથયાત્રા પૂર્ણ કરી શક્યા ન હતા. બિહારના સમસ્તીપુરમાં 23 ઓક્ટોબર 1990ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'અમુ કાકા બાપાના પોરિયા રે..'સુરતમાં પૂર્વા મંત્રીનો જાદુ છવાયો:હર્ષ સંઘવીએ 'વાલા આ તો વાલપનું છે વ્હાલ' ગાયું, રાજકોટ-અમદાવાદ-વડોદરામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી
    Next Article
    પ્રોફેશનલ આયોજનોને પણ ટક્કર આપતા શેરી ગરબા:કાળિયાબીડમાં આવેલ કેસરિયા અને ભગવતી ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન, બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં રાસની રમઝટ બોલાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment