Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નજીક મહેમદપુરમાં પારેવા વીર દાદાની પલ્લી યોજાઈ:આસો સુદ પાંચમે ભક્તો ઉમટ્યા, ઉપવાસીઓએ પારણા કર્યા

    11 hours ago

    પાટણ નજીક મહેમદપુર ગામમાં આવેલા પારેવા વીર દાદાના મંદિરમાં આસો સુદ પાંચમના દિવસે પલ્લી યોજાઈ હતી. નવરાત્રીના પાંચમા નોરતે યોજાતી આ પલ્લીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વર્ષો જૂની પરંપરા મુજબ, આસો સુદ પાંચમે કાનજીભાઈ પટેલના ઘરેથી પલ્લી નીકળી હતી. ઢોલ-નગારા અને મશાલ સાથે આ પલ્લી આખા મહેમદપુર ગામમાં ફરી હતી. ગ્રામજનો પલ્લીને માથે ઉપાડીને દાદાના મંદિર સુધી લાવ્યા હતા અને દાદાના ચરણોમાં અર્પણ કરી હતી. આ પલ્લીના દર્શન કરવા માટે વડોદરા, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના વિસ્તારોમાંથી હજારો ભક્તો આવ્યા હતા. જે શ્રદ્ધાળુઓ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરતા હોય છે, તેઓ પાંચમના દિવસે પારેવા વીર દાદાના મંદિરે આવી, દાદા સમક્ષ પારણા કરે છે. વહેલી સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા:દુનિયાના 12 દેશોમાં જેન-ઝી વિદ્રોહ, શિક્ષણ અને ઘરનાં ભાડાં જેવા મુદ્દે સરકારોને હચમચાવી, ભારત જેવી ખતરનાક પેટર્ન
    Next Article
    ‘આજ મારી મેલડી રમતી આવે’, મહાનગરોમાં ગરબાની રમઝટ:વડોદરામાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયા, સુરતમાં યુવાધન હિલોળે ચઢ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment