Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તનુશ્રી દત્તાના બફાટ પર નાના પાટેકરના દીકરાની પ્રતિક્રિયા:કહ્યું- 'કેસ પહેલાથી જ સમાપ્ત થઈ ગયો છે, ભગવાન તેમનું ભલું કરે'; જાણો શું છે વિવાદ

    23 hours ago

    દિવંગત એક્ટર નાના પાટેકરના દીકરા મલ્હાર પાટેકરે એક્ટ્રેસ તનુશ્રી દત્તાના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં મલ્હારે કોઈનું નામ લીધા વગર કહ્યું કે, 'જે કેસને કારણ વગર ઉઠાવવામાં આવી રહ્યો છે, તે કોર્ટમાં જતા પહેલાં જ સમાપ્ત થઈ ગયો હતો.' 'સત્ય હંમેશાં સત્ય જ રહેશે અને આવા લોકોનું ભગવાન ભલું કરે.' 8 ઓક્ટોબરે ગોવામાં 75 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે નાના પાટેકરનું નિધન થયું હતું. ત્યારબાદ તનુશ્રી દત્તાએ તેમના નિધન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. મલ્હાર બોલ્યા- લોકો કારણ વગર નિવેદનો આપી રહ્યા છે વાતચીત દરમિયાન મલ્હાર પાટેકરે કહ્યું કે, 'કેટલાક લોકો જે વિવાદને ફરીથી ઉઠાવી રહ્યા છે, તેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.' મલ્હારે કહ્યું, 'કોઈનું નામ લીધા વગર હું કહેવા માગું છું કે, 'જે કેસને લોકો કારણ વગર સામે લાવી રહ્યા છે, તે સમાપ્ત થઈ ચૂક્યો છે. ન્યાયતંત્ર તરફથી બધું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તેમ છતાં લોકો બોલી રહ્યા છે. આવા લોકોને હું કંઈ નહીં કહું. જે સત્ય છે, તે જ રહેશે. ભગવાન તેમનું ભલું કરે.' 'નાના પાટેકર મોતનું નાટક રચીને વિદેશ ભાગી ગયો છે':તનુશ્રી દત્તા રઘવાઈ થઈ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ દિગ્ગજ એક્ટર નાના પાટેકરના નિધન અને તેમના અંતિમ સંસ્કારના સમય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તનુશ્રીએ દાવો કર્યો કે, બોલિવૂડ અથવા મીડિયામાંથી કોઈપણ વ્યક્તિએ નાના પાટેકરનું પાર્થિવ શરીર જોયું નથી. તેમણે મોડી રાત્રે 11:28 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવેલી ઉતાવળ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે, કાનૂની મામલાઓથી બચવા માટે આ નાટક રચવામાં આવ્યું હોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ લાઇવમાં અંતિમ સંસ્કાર પર ઉઠાવ્યા પ્રશ્નો તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ લાઇવમાં કહ્યું કે, 'બોલિવૂડ અને મીડિયા સાથે જોડાયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું નહોતું.' તેણે કહ્યું કે, 'હિંદુ ધર્મની પરંપરા અનુસાર સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી, પરંતુ નાના પાટેકરના અંતિમ સંસ્કાર 8 ઑક્ટોબરની રાત્રે 11:28 વાગ્યે પુણે નજીક આવેલા ડોન્જે ગામના ફાર્મહાઉસમાં કરવામાં આવ્યા હતા.' તનુશ્રીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, 'આટલી મોડી રાત્રે અંધારામાં અંતિમ સંસ્કાર કરવાની શું ઉતાવળ હતી અને શું તેમના પરિવારે પણ તેમનો ચહેરો યોગ્ય રીતે જોયો હતો?' 'હૉસ્પિટલ લઈ જવાના વીડિયો અને ફોટો કેમ નથી' તનુશ્રીએ ઇન્સ્ટાગ્રામ લાઇવમાં હૉસ્પિટલ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા. તેણે કહ્યું કે, 'જ્યારે તેમનો અકસ્માત થયો હતો, ત્યારે પણ ફોટો અને વીડિયો સામે આવ્યા હતા' 'જોકે, નાના પાટેકરને હૉસ્પિટલ લઈ જવા, ત્યાં મૃત જાહેર કરવા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાનો એક પણ વીડિયો કે ફોટો સામે આવ્યો નથી.' તેણે દાવો કર્યો કે, 'અંતિમ સંસ્કાર દરમિયાન ચહેરો ઢાંકેલો હતો, જેના કારણે કોઈને વાસ્તવિકતા ખબર પડી નહોતી.' વિદેશમાં જીવિત હોવાનો દાવો, DNA ટેસ્ટની માંગ તનુશ્રી દત્તાએ એવો પણ દાવો કર્યો કે, 'જે શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તે નાના પાટેકરનું નહોતું.' તેણે આશંકા વ્યક્ત કરી કે, 'કાનૂની કેસો અને પોલીસ તપાસથી બચવા માટે નકલી ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોઈ શકે છે અને એક્ટર સિંગાપોર અથવા મલેશિયામાં હાજર હોઈ શકે છે.' મીટૂ આંદોલનથી શરૂ થયો હતો વિવાદ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ વર્ષ 2008થી ચાલી રહ્યો છે. તનુશ્રીએ ફિલ્મ 'હૉર્ન ઓકે પ્લીઝ'ના એક ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકર પર યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા. વર્ષ 2018માં જ્યારે ભારતમાં મીટૂ (#MeToo) આંદોલન શરૂ થયું, ત્યારે આ મામલો ફરીથી ચર્ચામાં આવ્યો. તનુશ્રીના વકીલ નિતિન સતપુતેએ ઑક્ટોબર 2018માં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, પ્રોડ્યુસર સામી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગનો નાર્કો-એનાલિસિસ તથા લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. જોકે, જૂન 2019માં પોલીસે તપાસ બાદ નાના પાટેકરને ક્લીન ચિટ આપી હતી. નાના પાટેકરે આરોપો અંગે વાત કરી હતી વર્ષ 2024માં લલ્લનટોપને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરને પૂછવામાં આવ્યું હતું કે, તનુશ્રીએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા ત્યારે તેમને ગુસ્સો આવ્યો હતો કે નહીં? આ અંગે નાનાએ કહ્યું હતું, “જો આ ખોટું છે, તો ગુસ્સો શા માટે આવે? હવે જે વાતો બની ગઈ છે, તેના વિશે શું બોલવું? મને ગુસ્સો આવ્યો નહોતો.” એફઆઈઆરના પ્રશ્ન પર નાનાએ કહ્યું હતું, “એ તો ઠીક છે, તેના સિવાય બીજું કંઈ પણ હોય, તેના માટે મને કોઈ તકલીફ નથી, પરંતુ અત્યારે આટલા લોકોની સામે જો કોઈ એક બાળક-બાળકી કહે કે અમે... આ વ્યક્તિએ અમારી સાથે ગેરવર્તન કર્યું છે, હવે બધાને ખબર છે ને કે શું થયું છે. કંઈ જ ખબર નથી, કંઈ થયું જ નથી, તો અમને શું ખબર પડી હોત? થયું હોત તો અમે કંઈ નિવેદન આપતા, જણાવતા. કોઈ કહે કે તમે આવું કર્યું, તો અમે શું કહીશું? અમે નથી કર્યું, આ સિવાય બીજું શું કહી શકીએ?” આ સમાચાર પણ વાંચો 'આ સાલો મરતાં મરતાં પણ મને હેરાન કરતો ગયો':નાના પાટેકરના નિધન બાદ તનુશ્રી દત્તાનો બફાટ, કહ્યું- 'એવિલ મરી ગયો, હવે મારી જિંદગી પાટે ચડશે' બોલિવૂડના દિગ્ગજ એક્ટર નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. એક તરફ તેમના નિધનથી બોલિવૂડ, સાઉથ સિનેમા અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તો બીજી તરફ નાના વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ તેમને ‘એવિલ’ ગણાવીને બફાટ કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    મુસાફરોને મોંઘી ફ્લાઇટ ટિકિટોથી રાહત મળશે:મનમાની રીતે વસૂલાતા ભાડાને કન્ટ્રોલ કરવાના નવા નિયમો ફાઇનલ, સરકાર બે અઠવાડિયામાં જાહેર કરશે
    Next Article
    કોકરોચ જનતા પાર્ટીની તિરંગા રેલી થોડીવારમાં:દિલ્હી પોલીસે કહ્યું- કાયદો અને વ્યવસ્થા બગડશે તો કાર્યવાહી કરીશું; દીપકેને પ્રદર્શન ન કરવા માટે નોટિસ આપી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment