Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોને મોંઘી ફ્લાઇટ ટિકિટોથી રાહત મળશે:મનમાની રીતે વસૂલાતા ભાડાને કન્ટ્રોલ કરવાના નવા નિયમો ફાઇનલ, સરકાર બે અઠવાડિયામાં જાહેર કરશે

    23 hours ago

    મુસાફરોને મોંઘી ફ્લાઇટ ટિકિટોથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારે શુક્રવાર, 16 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેણે એરલાઇન્સના મનમાની રીતે વસૂલાતા ભાડાને કન્ટ્રોલ કરવા માટેના નવા નિયમોને ફાઈનલ કરી દીધા છે. સરકાર બે અઠવાડિયામાં આ નવા નિયમો જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે જાહેર કરાયેલા નિયમો 16 નવેમ્બરે યોજાનારી આગામી સુનાવણીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ નિર્ણયની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી. ઇન્ડિગો એરલાઇનનું સંચાલન કરતી કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં આજે 2%નો ઘટાડો થયો. PIL પરની સુનાવણીમાં કોર્ટે સરકારને શું આદેશ આપ્યો? સુપ્રીમ કોર્ટમાં ખાનગી એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા મનસ્વી ભાડાને લઈને કરવામાં આવેલી એક જનહિત અરજી (PIL) પર સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ આર. મહાદેવન અને જસ્ટિસ અપારેશ સિંહની બેન્ચને નવા નિયમોની સ્થિતિ વિશે માહિતી આપી. સોલિસિટર જનરલે બેન્ચને જણાવ્યું કે હવાઈ ભાડાંને કન્ટ્રોલ કરવાના નિયમોને ફાઈનલ કરવામાં આવ્યા છે અને તેને સરકારી મંજૂરી પણ મળી ગઈ છે. આ નિયમોને આગામી બે અઠવાડિયાની અંદર જાહેર કરી દેવામાં આવશે. આ પછી કોર્ટે કેસને 16 નવેમ્બરે સુનાવણી માટે લિસ્ટેડ કરતાં સરકારને પબ્લિશ નિયમો રજૂ કરવાનો આદેશ આપ્યો. ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે એરલાઇન્સને ગ્રાઉન્ડેડ કરવાની ચેતવણી આપી હતી વિમાન ભાડાંના નિયમોને લઈને સુપ્રીમ કોર્ટ અગાઉ પણ કાર્યવાહી કરી ચૂકી છે. આ પહેલાં ઓગસ્ટ મહિનામાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે નિયમોનું પાલન ન કરતી એરલાઇન્સને ગ્રાઉન્ડેડ (ઉડાન ભરવાથી રોકી) કરી દેવામાં આવે. તે સમયે સિવિલ એવિએશન મંત્રાલયે કોર્ટને જણાવ્યું હતું કે નિયમોને ફાઈનલ કરવામાં આવે ત્યાં સુધી તે એરલાઇન્સને ભાડાં અંગે 'ઓફિસ મેમોરેન્ડમ' જારી કરી રહ્યું છે, પરંતુ એરલાઇન્સ આ નિર્દેશોનું પાલન કરી રહી નથી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા સોંપવામાં આવેલા ડ્રાફ્ટ નિયમોની પણ સમીક્ષા કરી હતી. ઇન્ડિગોનો શેર 2% ઘટીને ₹4,674 પર આવ્યો ફ્લાઇટના ભાડાં પર સરકારના નિયંત્રણ અને સખ્તાઈના સમાચારને કારણે બજારમાં એરલાઈન શેરો પર દબાણ જોવા મળ્યું. શુક્રવારે ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર 2.17% ઘટીને 4,674 રૂપિયાના સ્તરે બંધ થયો. રોકાણકારોને આશંકા છે કે સરકારના નિશ્ચિત નિયમો અથવા ભાડાંની મહત્તમ મર્યાદા લાગુ કરવાથી એરલાઈન્સના નફાના માર્જિન અને યીલ્ડ એટલે કે પ્રતિ મુસાફર આવક પર અસર પડી શકે છે. મુસાફરોને મનમાના ભાડાંમાંથી રાહત મળવાની આશા આગામી બે અઠવાડિયામાં પ્રકાશિત થનારા નવા નિયમોથી સ્પષ્ટ થઈ જશે કે તહેવારો, પીક સીઝન અથવા ઈમરજન્સીના સમયે એરલાઈન્સ ભાડાંમાં કેટલો વધારો કરી શકશે. 16 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પ્રકાશિત નિયમોની સમીક્ષા કરવામાં આવશે, ત્યારબાદ દેશમાં હવાઈ મુસાફરી કરતા કરોડો મુસાફરોને મનમાના ભાડાંમાંથી કાયમી રાહત મળવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    अर्जुन की छाल और पत्ते हैं सेहत का खजाना, इस्तेमाल से पहले जान लें सही तरीका
    Next Article
    તનુશ્રી દત્તાના બફાટ પર નાના પાટેકરના દીકરાની પ્રતિક્રિયા:કહ્યું- 'કેસ પહેલાથી જ સમાપ્ત થઈ ગયો છે, ભગવાન તેમનું ભલું કરે'; જાણો શું છે વિવાદ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment