Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:મુકેશ પટેલ અને જયંતિ એકલારા મુખ્ય ચહેરા, સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધામ

    1 week ago

    સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ બાદ સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ સુરતમાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. નવા નિર્માણ પામનારા આ ધાર્મિક સંકુલને અન્નપૂર્ણા ખોડલધામ નામ આપવામાં આવ્યું છે. અગાઉ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ સુરતના અંત્રોલીમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ સાથે સુરતમાં પાટીદાર સમાજના બે ખોડલધામ બનશે, એક અંત્રોલીમાં અને બીજું વરાછામાં. વરાછામાં ખોડલધામના નિર્માણની જાહેરાત થતાં જ સુરત સહિત ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ ખભેખભા મિલાવીને જોડાયા છે. શેરી ઓટલો નવરાત્રી મહોત્સવના મંચ પરથી સત્તાવાર જાહેરાત મોટા વરાછા ખાતે આયોજિત ભવ્ય શેરી ઓટલો નવરાત્રી મહોત્સવ દરમિયાન હજારો ખેલૈયાઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. ગરબાના રંગેચંગે ચાલી રહેલા આયોજન વચ્ચે મંચ પરથી અન્નપૂર્ણા ખોડલધામની સત્તાવાર ઘોષણા કરવામાં આવતા જ સમગ્ર ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના લોકો સમક્ષ ભાવિ અન્નપૂર્ણા ખોડલધામની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. વરાછામાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં અન્નપૂર્ણા ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે, જે માટે જમીનની વ્યવસ્થા પણ પ્રગતિ હેઠળ છે. આ સમગ્ર આયોજનમાં સમાજના અગ્રણીઓ મુકેશ પટેલ અને જયંતી એકલારા સહિતના આગેવાનો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નવા ખોડલધામ પરિસરનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો અને સમાજના વડીલો તથા વયોવૃદ્ધોની સુવિધા અને સેવા માટે વિવિધ કાર્યોનું આયોજન કરવાનો છે. હાલ સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર થઈ રહી છે અને આગળની વિગતો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના નિવેદન વચ્ચે સુરતમાં નવો વળાંક ઉલ્લેખનીય છે કે, સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને અગાઉ પણ ભારે ચર્ચાઓ છેડાઈ હતી. તે સમયે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે સુરતમાં ખોડલધામ બનાવવાની વાત કરી હતી. જોકે, લાંબા સમય બાદ હવે પાટીદાર અગ્રણીઓ મુકેશ પટેલ અને જયંતિ એકલારાએ અન્નપૂર્ણા ખોડલધામના નામે પ્રોજેક્ટની સત્તાવાર ઘોષણા કરીને સુરતના ધાર્મિક ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડી દીધો છે. આવનારા દિવસોમાં આ સંકુલ માટે જમીન અને ભૂમિપૂજન સહિતની વધુ રૂપરેખા જાહેર કરવામાં આવશે. 5 મહિના પહેલા કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી હતી આજથી 5 મહિના પહેલા 6ઠ્ઠી મેંના દિવસે સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે સુરતમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી હતી.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સુરત ખોડલધામ માટે અંત્રોલી વિસ્તારમાં 40 વીઘા કરતાં પણ વધારે જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. આ સંકુલના નિર્માણ કાર્ય અંગેની ટાઈમલાઈન આપતા નરેશ પટેલે ત્યારે જણાવ્યું હતું કે, આસો નવરાત્રિની આસપાસ આ પવિત્ર ભૂમિ પર વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવશે અને નવરાત્રિ પૂર્ણ થયા બાદ સંકુલના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાશે. જો કે હવે વરાછામાં નિર્માણ પામનારા ખોડલધામની જાહેરાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    યશ સોની ને જાનકી બોડીવાલાની 'ગોળધાણા'ની ડેટ જાહેર:એક્ટરના બર્થડે પર રોમેન્ટિક તસવીરો શૅર કરી, એક્ટ્રેસે અલગ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    Next Article
    Gujarat Breaking News | 11 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Weather Update | Latest Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment