Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યશ સોની ને જાનકી બોડીવાલાની 'ગોળધાણા'ની ડેટ જાહેર:એક્ટરના બર્થડે પર રોમેન્ટિક તસવીરો શૅર કરી, એક્ટ્રેસે અલગ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    1 week ago

    ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા તથા એક્ટર યશ સોનીએ તાજેતરમાં જ સો.મીડિયામાં રોમેન્ટિક તસવીરો શૅર કરીને આગમી ફિલ્મ 'ગોળધાણા'ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 12 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થશે. યશ સોનીનો આજે બર્થડે છે અને એક્ટરે ચાહકોને ગિફ્ટમાં પોતાની નવી ફિલ્મની રિલીઝ અનાઉન્સમેન્ટ આપી છે. ફિલ્મમાં યશે મોહિતનો ને જાનકીએ મિશિકાનો રોલ પ્લે કર્યો છે. 'છેલ્લો દિવસ' તથા 'નાડીદોષ' બાદ જાનકી ને યશ ત્રીજીવાર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. જાનકીએ તસવીરો શૅર કરીને શું કહ્યું? જાનકીએ સો.મીડિયામાં રોમેન્ટિક તસવીરો શૅર કરીને કહ્યું, 'હેપ્પી બર્થડે મોહિત.... મોહિત અને મિશિકાની 'ગોળધાણા'ની સેરેમની જોવા થિયેટરમાં આવો, 12 ફેબ્રુઆરી, 2027....' યશે 'મિશિકા'ને કહી આ ખાસ વાત યશે પણ રોમેન્ટિક તસવીરો શૅર કરી હતી અને તેણે એવું કહ્યું હતું, 'હું તારી સાથે રોમાન્સમાં કાચો પડું છું, મિશિકા...' 16 ઓક્ટોબર, 1996ના રોજ અમદાવાદમાં જન્મેલા યશ સોનીના પિતા ચંદ્રેશ સોની ને માતા લીના સોની ને નાનો ભાઈ કાવ્ય છે. યશ સોનીએ અમદાવાદની શારદા મંદિર ને પછી શેઠ સી.એન. વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. યશ સોનીએ થિયેટરમાં એક્ટિંગ સ્કીલને શાર્પ કરી ને ત્યારબાદ 2015માં ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું. એક્ટિંગ કરિયરમાં યશ સોનીને પિતાએ ઘણો જ સપોર્ટ કર્યો છે. યશે 11 વર્ષની કરિયરમાં અલગ-અલગ રોલ પ્લે કર્યા છે. અભિષેક જૈનની ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવૉર્ડ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી 5 ગણી વધી:ડીઝલમાં રાહત, દેશમાં ઈંધણની અછત રોકવા માટે કેન્દ્ર સરકારનો નિર્ણય
    Next Article
    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:મુકેશ પટેલ અને જયંતિ એકલારા મુખ્ય ચહેરા, સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધામ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment