Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સેરેનીટી લેવીસ સોસાયટીમાં પાંચમા નોરતે ગરબાની રમઝટ જામી, ખેલૈયાઓ રંગબેરંગી પોશાકમાં મન મૂકીને ઝૂમ્યા, ઉત્સાહભેર ભાગ લીધો

    1 day ago

    સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી સેરેનીટી લેવીસ સોસાયટીમાં શારદીય નવરાત્રીના પાંચમા નોરતે ગરબા મહોત્સવ યોજાયો. પરંપરા અને આધુનિક સંગીતના સુમેળથી સોસાયટીમાં ઉત્સાહભર્યું વાતાવરણ છવાયું. નવરાત્રીના રંગે રંગાયેલા સોસાયટીના પ્રાંગણમાં ખેલૈયાઓએ રંગબેરંગી પોશાકો પહેરી ગરબાની રમઝટ બોલાવી. મહિલાઓ, યુવતીઓ, યુવાનો અને બાળકો સહિત તમામ ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ડીજેના ધમાકેદાર તાલ અને લોકપ્રિય ગરબા ગીતોએ માહોલને જીવંત બનાવ્યો. સંગીતના તાલે પગલાં મિલાવતા ખેલૈયાઓનો ઉત્સાહ જોવા જેવો હતો. પરંપરાગત અને આધુનિક સંગીતના તાલે સૌ મન મૂકીને ઝૂમ્યા. આ આયોજનથી સોસાયટીના રહીશો એકબીજાની નજીક આવ્યા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ સાથે મળીને નવરાત્રીની ઉજવણી કરી. હાસ્ય, ઉમંગ અને સંગીતથી ભરેલી આ સાંજ સૌ માટે યાદગાર બની રહી.
    Click here to Read More
    Previous Article
    ધંધુકામાં ડમ્પરે ઈકો કારને 30 ફૂટ ઘસડી:કારમાં આગ લાગતાં એકનું મોત, ઈકો બળીને ખાખ; ફાયર વિભાગે 40 મિનિટે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નારોલ ગુવ આકૃતિ ટાઉનશીપમાં પાંચમા ગરબાનું આયોજન, રાતભર ગરબા રમ્યા, નાસ્તાનો કાર્યક્રમ પણ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment