Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુકામાં ડમ્પરે ઈકો કારને 30 ફૂટ ઘસડી:કારમાં આગ લાગતાં એકનું મોત, ઈકો બળીને ખાખ; ફાયર વિભાગે 40 મિનિટે આગ પર કાબૂ મેળવ્યો

    1 day ago

    ધંધુકાના કોટન સેલ જીન પાસે આજે ડમ્પર અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ડમ્પરે ઈકો કારને અડફેટે લેતાં કાર લગભગ 30 ફૂટ સુધી ઘસડાઈ હતી. આ અકસ્માત બાદ ઈકો કારમાં આગ લાગી હતી, જેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું. આસપાસના સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા આગ લાગતા જ વૈષ્ણવ સોસાયટીના રહીશો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે પાણીની મોટરથી આગ ઓલવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. જોકે, આગની તીવ્રતા વધુ હોવાથી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આશરે 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ આશરે 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકને કારણે માર્ગ થોડા સમય માટે ડાયવર્ટ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજનાથે કહ્યું- બાંગ્લાદેશની જેમ સરકાર પાડવા માંગે છે:રાહુલ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે; વિપક્ષ દેશોમાં આતંકવાદીઓ પેદા કરવા માંગે છે
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સેરેનીટી લેવીસ સોસાયટીમાં પાંચમા નોરતે ગરબાની રમઝટ જામી, ખેલૈયાઓ રંગબેરંગી પોશાકમાં મન મૂકીને ઝૂમ્યા, ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment