Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉર્દૂ શાળાના શિક્ષકોને માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ:બિનજરૂરી ફાઈલો અને ધાકધમકીથી ત્રસ્ત શિક્ષકોએ સુપરવાઈઝર સોએબ અજમેરવાલાને હટાવવા માગ કરી

    1 day ago

    સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉર્દૂ માધ્યમની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ સુપરવાઈઝર સોએબ અજમેરવાલાની કથિત માનસિક હેરાનગતિ સામે વિરોધનો સૂર છેડ્યો છે. વલસાડમાં તાજેતરમાં જ કામના ભારણ હેઠળ શિક્ષકે આત્મહત્યા કરી લીધી હોવાની ગંભીર ઘટના બની હતી. આવી કોઈ દુઃખદ ઘટના સુરતમાં ન બને અને શિક્ષકોને માનસિક ત્રાસમાંથી મુક્તિ મળે તે હેતુથી સુરત પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા શિક્ષણ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આવેદનપત્ર આપી તાત્કાલિક રજૂઆત કરાઈ છે. 'રાજીનામું આપી દો' કહી ધાકધમકી અપાતી હોવાના આક્ષેપ શિક્ષકોએ કરેલી લેખિત રજૂઆતમાં સુપરવાઈઝર સામે માનસિક પ્રતાડના, અપમાન અને બિનજરૂરી નોટિસો ફટકારવાના સંગીન આક્ષેપો કરાયા છે. "રાજીનામું આપી દો", "પગાર કાપી લઈશ" અને "કચેરીના આંટા મરાવીશ" જેવી ધમકીઓ આપી શિક્ષકોનું મોરલ તોડી પાડવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, સરકારના નિયમો બહાર જઈને અલગ-અલગ ફોર્મેટમાં બિનજરૂરી રિપોર્ટ મંગાવવા, મહિલા શિક્ષકો સાથે અયોગ્ય વર્તન કરવું અને રજા પર રહેલા શિક્ષકોને બોલાવી પરેશાન કરવા જેવી મનસ્વી કામગીરીથી સમગ્ર શૈક્ષણિક વાતાવરણ ડહોળાયું છે. રાહુલ ગવાણેનું નિવેદન: ‘કામગીરીને ટોર્ચરનું રૂપ અપાતાં શિક્ષકો ત્રસ્ત’ ટીચર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ રાહુલ અંકુશ ગવાણેએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,"હાલમાં જ વલસાડમાં કામગીરીના દબાણથી એક શિક્ષક સાથીએ આત્મહત્યા કરી લીધી છે. સરકાર ક્યારેય કોઈના પર દબાણ નાખતી નથી, પરંતુ કેટલાક અધિકારીઓ કામગીરીને ટોર્ચરનું રૂપ આપી દેતા હોય છે. ઉર્દૂ માધ્યમના સુપરવાઈઝરે દરેક કામગીરીને ત્રાસનું માધ્યમ બનાવી દીધું છે અને વધારાની કામગીરી માંગી શિક્ષકોને ધાકધમકી આપે છે. વલસાડ જેવી ઘટના સુરતમાં ના બને તે માટે અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ." સુપરવાઈઝરને ફરજમુક્ત કરી નિષ્પક્ષ તપાસ કરવા માગણી પ્રાથમિક શિક્ષક મંડળે સુપરવાઈઝર સોએબ અજમેરવાલાને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી સમગ્ર પ્રકરણની સ્વતંત્ર સમિતિ દ્વારા તપાસ કરાવવાની જોરદાર માગણી કરી છે. આ ઉપરાંત બિનજરૂરી નોટિસો તથા અહેવાલોની સમીક્ષા કરી ખોટા રિપોર્ટ રદ કરવા અને શાળાના શૈક્ષણિક સમયપત્રક તેમજ વિષય ફાળવણીમાં થતી સીધી દખલગીરી તાત્કાલિક બંધ કરવાની માગ સાથે મનપા તંત્ર સામે કડક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાપુતારાની સાંદીપની શાળામાં ધોરણ-11ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત:હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
    Next Article
    "Ready To Go To Jail": CJP's Abhijeet Dipke Ahead Of Protest In Delhi, Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment