Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રીમાં ગરબા સાથે બાળકો માટે મનોરંજક રમતોનું આયોજન, વેજલપુરની સોસાયટીમાં ઉત્સાહનો માહોલ, બાળકોમાં એકતા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ

    2 दिन पहले

    અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી સુંદરવન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી (પંચતીર્થ પ્લાઝા) માં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. ગરબા સાથે બાળકો માટે વિવિધ મનોરંજક રમતો પણ યોજવામાં આવી છે. આ પાવન પર્વમાં બાળકો ઉત્સાહથી ભાગ લઈ શકે અને ગરબા સાથે રમતોનો આનંદ માણી શકે તે માટે આયોજન કરાયું છે. આ પ્રવૃત્તિઓથી બાળકોમાં ઉત્સાહ, એકતા, સહકાર અને રમતગમત પ્રત્યે રસ વધે છે. નાના બાળકોને પોતાની પ્રતિભા બતાવવાની તક મળે અને તેઓ હસતાં-રમતાં નવરાત્રીની યાદગાર પળો માણી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો છે. આવા કાર્યક્રમોથી બાળકો, યુવાનો અને વડીલો વચ્ચે આત્મીયતા વધે છે. સોસાયટીમાં સામૂહિક ઉત્સવનો ખુશીનો માહોલ સર્જાય છે. સોસાયટીના યુવક મંડળ દ્વારા નવરાત્રીની પરંપરા જાળવી રાખી બાળકોને આનંદ અને મનોરંજન આપવાનો આ પ્રયાસ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    કડીમાં પાંચમા નોરતાની ધામધૂમથી ઉજવણી:સુવર્ણ અને સ્કાયલાઇટ ફ્લેટમાં પરંપરાગત વેશભૂષા સાથે ખેલૈયા ગરબે ઘૂમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સોલામાં કચ્છ કડવા પાટીદાર સમાજે રાસ ગરબા મહોત્સવ ઉજવ્યો, સમાજની એકતા અને સંસ્કૃતિનો સમન્વય, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment