Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં પાંચમા નોરતાની ધામધૂમથી ઉજવણી:સુવર્ણ અને સ્કાયલાઇટ ફ્લેટમાં પરંપરાગત વેશભૂષા સાથે ખેલૈયા ગરબે ઘૂમ્યા

    2 days ago

    સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે કડીના નાની કડી સ્થિત સુવર્ણ ફ્લેટ અને કરણનગર રોડ પર આવેલા સ્કાયલાઇટ ફ્લેટમાં નવરાત્રિ પર્વનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાંચમા નોરતે બંને ફ્લેટના રહીશો, મહિલાઓ અને બાળકોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવીને ભક્તિભાવપૂર્વક મા અંબાની આરાધના કરી હતી. ગરબાની ત્રણ તસવીર સુવર્ણ ફ્લેટમાં વેશભૂષા સાથે ખેલૈયા ગરબે ઘૂમ્યા નાની કડી વિસ્તારમાં આવેલી સર્વ વિદ્યાલય હાઈસ્કૂલની પાછળ સ્થિત સુવર્ણ ફ્લેટમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. પાંચમા નોરતે ફ્લેટના રહીશો, મહિલાઓ, પુરુષો અને બાળકોએ વિવિધ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઉત્સાહભેર ગરબે રમી માતાજીની ભક્તિ કરી હતી, જેનાથી સમગ્ર ફ્લેટ પરિસરમાં આહલાદક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. સ્કાયલાઇટ ફ્લેટમાં આકર્ષક રોશની અને ગરબાની ધમાલ કડીના કરણનગર રોડ પર આવેલા સ્કાયલાઇટ ફ્લેટને પણ નવરાત્રી નિમિત્તે નયનરમ્ય લાઇટિંગ અને રોશનીથી શણગારવામાં આવ્યો છે. અહીં પાંચમા નોરતે નાના બાળકો, મહિલાઓ અને યુવતીઓએ રંગબેરંગી પારંપરિક પોશાકમાં સજ્જ થઈ ગરબા રમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેર સમાજની મહિલાઓ 25 તોલા સોનું પહેરી રાસ રમી:2-3 હજાર લોકોએ પરંપરાગત વેશભૂષામાં મણિયારા રાસની રમઝટ બોલાવી, સોનાના ઘરેણાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રીમાં ગરબા સાથે બાળકો માટે મનોરંજક રમતોનું આયોજન, વેજલપુરની સોસાયટીમાં ઉત્સાહનો માહોલ, બાળકોમાં એકતા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment