Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા કોર્ટ સંકુલમાં પોલીસ કર્મીઓ પર હુમલો:માંજલપુર પોલીસ સ્ટેશનના બે કર્મચારી પર હુમલો, અકોટા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

    2 days ago

    વડોદરા કોર્ટ પરિસરમાં જ ફરજ પર આવેલા પોલીસ કર્મચારીઓ પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે કોર્ટ સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા કોર્ટ સંકુલમાં બનેલી આ સનસનાટીભરી ઘટનામાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિતિન અને મનોજ સોનવણે નામના બે પોલીસ કર્મચારીઓ હુમલાનો ભોગ બન્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ કોઈ સરકારી કામ અર્થે કોર્ટમાં આવ્યા હતા, તે દરમિયાન અજાણ્યા ઈસમે તેમને નિશાન બનાવીને અચાનક હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. રાજ્યના સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત સ્થળો પૈકી એક ગણાતા કોર્ટ પરિસરમાં જ પોલીસ કર્મચારીઓ પર હુમલો થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા માટે અને સમગ્ર મામલાની સત્યતા જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઈશાની દવેએ ખેલૈયાઓને ડોલાવ્યા:સુરતમાં કેસરિયા નવરાત્રિમાં પાસ માટે અટવાયેલા ખેલૈયાઓએ હુરિયો બોલાવ્યો, રાજકોટમાં યુવાધન હિલોળે ચડ્યું
    Next Article
    જ્વેલર્સ પેઢીના કર્મચારીની લૂંટ વીથ મર્ડરના આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા:રાજકોટમાં તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ જ લૂંટની ટીપ આપી; નવા CCTV સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment