Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાભર ગામે છોટા ઉદેપુર કલેક્ટરે લોકોની સમસ્યાઓ સાંભળી:'વહીવટી તંત્ર આપના દ્વારે' કાર્યક્રમ યોજાયો, કલેક્ટરે સમસ્યાનો ઝડપી નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી

    2 days ago

    છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ભાભર ગામે 'વહીવટી તંત્ર આપના દ્વારે' કાર્યક્રમ યોજાયો. કલેક્ટર ગાર્ગી જૈન અને તેમનો સ્ટાફ સમસ્યાઓ સાંભળવા પહોંચ્યા. કલેક્ટર જૈને ભાભરની સરહદ પર આદિવાસી મકાનોની મુલાકાત લીધી. તેમણે સહાય, આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા પેન્શન અને બાળકોના શિક્ષણ વિશે પૂછપરછ કરી. આરોગ્ય વિભાગને સિકલ સેલના કેસ અંગે સવાલ કર્યા. એક માતાના બાળકને ખોળામાં લઈ આંગણવાડીના ભોજન વિશે જાણકારી મેળવી. ત્યારબાદ કલેક્ટર સભા મંડપ પહોંચ્યા. ગ્રામજનોએ એસટી બસ, રેશનકાર્ડ પેટા કેન્દ્ર, પાણીની સમસ્યા, નવી આંગણવાડી, શાળામાં શિક્ષકોની અછત અને જંગલ જમીન નામે ન થવા અંગે રજૂઆત કરી. કલેક્ટરે તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળી અને ઝડપી નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી. ગામ લોકોએ કલેક્ટરનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ક્રાઈમ અપડેટ:ઘોઘંબા અને ગોધરામાંથી 6.54 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, મોરવા હડફમાં પરિવારજનો પર હુમલો
    Next Article
    છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની ટ્રેનમાં મુસાફરી:છોટા ઉદેપુરથી પ્રતાપનગર સુધી ટ્રેનમાં સફર કરી, મુસાફરોના અનુભવો અને મુશ્કેલીઓ જાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment