Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરાતા વિવાદ:ચાર વિદ્યાર્થીઓ સામે વાલીની ફરિયાદ બાદ શાળાએ તપાસ કમિટીની રચના, ફાધરે કહ્યું- 'લેટર બહારથી લખાઈને આવ્યો'

    14 hours ago

    ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની રચના કરી તપાસ હાથ ધરી છે. સ્કૂલના ફાધરે કહ્યું કે, આ લેટર ટ્યુશન ક્લાસમાંથી વિદ્યાર્થીઓ મારફત શાળામાં આવ્યો છે. કમિટીના રિપોર્ટ બાદ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓએ આ કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. વિદ્યાર્થિનીના નામે લેટર લખી બદનામ કરવાનો પ્રયાસ ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી સેન્ટ મેરિઝ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના નામે એક લવ લેટર લખી શાળાના જ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફરતો કરવામાં આવ્યો. વિદ્યાર્થિનીના વાલીએ આક્ષેપ કરતા કહ્યું કે, મારી દીકરીને જ્યારે આ બાબતે જાણ થઈ ત્યારે લેટર લઈને ચેક કર્યું તો ફ્રોમમાં તેમનું નામ હતું. પરંતુ, લેટરમાં જે લખાણ છે તેની સાથે મારી દીકરીના હેન્ડરાઈટીંગ મેચ થતા નથી. જે વિદ્યાર્થીઓ દ્વારા આ લેટર ક્લાસરૂમમાં ફેરવવામાં આવી રહ્યો છે તેને મારી દીકરી ઓળખતી પણ નથી. સ્કૂલ મેનેજમેન્ટને ચાર વિદ્યાર્થીઓના નામ સાથે ફરિયાદ કરવામાં આવી છે. મારી માગ છે કે, આ ચારેય વિદ્યાર્થીઓને અમારી સામે રજૂ કરવામાં આવે. ફાધર કહે છે કે, ટ્યુશન ક્લાસમાંથી કોઈ વિદ્યાર્થીઓ આ લેટર લખ્યો છે. ત્યારે મારો સવાલ છે કે, મારી છોકરી કોઈ ટ્યુશનમાં ગઈ નથી તો પછી મારી છોકરીને કોઈ ટ્યુશન ક્લાસવાળો છોકરો કઈ રીતે લેટર લખે? આ બનાવના કારણે મારી દીકરી પર ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ હસી રહ્યા છે. વાલીની ફરિયાદ બાદ અમે કમિટીની રચના કરી છે- ફાધર સેન્ટ મેરીઝ સ્કૂલના ફાધરે જણાવ્યું હતું કે, વાલીની ફરિયાદ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ લેટર ટ્યુશન ક્લાસમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ મારફતે શાળામાં આવ્યો છે. આ મામલે કમિટી તપાસ કરી રહી છે તેના રિપોર્ટ બાદ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મંજૂરી વગર શરૂ કરાયેલી જે.જી. નવરાત્રી બંધ કરાવાઈ:પોલીસ પરવાનગી અને ફાયર NOC ન હોવાથી સારોલી પોલીસે ફટકારી નોટિસ, જો પરવાનગી વગર ચાલુ કરી તો કડક કાર્યવાહી કરાશે
    Next Article
    વલસાડમાં 27.36 કરોડના ખર્ચે 34 માર્ગો અને 4 સ્ટ્રક્ચરનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે વાંકલ, ફલધરા, ઓઝર સહિતના ગામોમાં માર્ગ સુવિધાઓનો વિકાસ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment