Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૉટ્સએપનું નવું ગેસ્ટ કૉલિંગ ફીચર:અકાઉન્ટ વિના પણ કૉલમાં જોડાઈ શકાશે; બસ લિંક પર ક્લિક કરવું પડશે

    13 hours ago

    વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એક નવું અને ઉપયોગી ફીચર 'ગેસ્ટ કૉલિંગ' લોન્ચ કર્યું છે. આ ફીચર દ્વારા હવે એવા લોકોને પણ વોટ્સએપ કૉલમાં સામેલ કરી શકાય છે, જેમની પાસે વોટ્સએપ અકાઉન્ટ નથી અને તેમના ફોન કે કમ્પ્યુટરમાં એપ પણ ઇન્સ્ટોલ કરેલી નથી. આ નવા અપડેટની સંપૂર્ણ માહિતી માટે વાંચો આ પ્રશ્નોત્તરી… સવાલ 1. વોટ્સએપનું નવું ગેસ્ટ કૉલિંગ ફીચર શું છે? જવાબ: વોટ્સએપના આ નવા ફીચરની મદદથી તમે એવી કોઈપણ વ્યક્તિને વોટ્સએપ કૉલમાં ઉમેરી શકો છો, જે વોટ્સએપનો ઉપયોગ કરતી નથી. આ માટે સામેની વ્યક્તિને ન તો વોટ્સએપ એપ ડાઉનલોડ કરવાની જરૂર છે અને ન તો કોઈ અકાઉન્ટ બનાવવાની. તમે માત્ર તેમને કૉલની લિંક મોકલશો અને તેઓ તેના પર ક્લિક કરીને સીધા કૉલમાં જોડાઈ જશે. સવાલ 2. એપ ઇન્સ્ટોલ કર્યા વિના કોઈ યુઝર કૉલમાં કેવી રીતે જોડાઈ શકે? જવાબ: મેટાએ આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપના વેબ વર્ઝન પર કૉલ સપોર્ટ ફીચર ઉમેર્યું હતું. જ્યારે તમે કોઈ એકાઉન્ટ વિનાની વ્યક્તિને કૉલ લિંક મોકલો છો, ત્યારે તે પોતાના મોબાઇલ અથવા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝર જેવા કે ગૂગલ ક્રોમ, સફારીમાં લિંક ખોલીને સીધા કૉલમાં જોડાઈ શકે છે. સવાલ 3. શું ગેસ્ટ યુઝર્સને કૉલ દરમિયાન બાકીનાં ફીચર્સ મળશે? જવાબ: હા, ગેસ્ટ યુઝર્સને પણ વોટ્સએપ કૉલના મુખ્ય ફીચર્સનો ઍક્સેસ મળશે. તેઓ કૉલ દરમિયાન: સવાલ 4. એકાઉન્ટ વગરના ગેસ્ટ કૉલની સુરક્ષા કેવી રહેશે, શું તે સુરક્ષિત છે? જવાબ: સુરક્ષાના મામલે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. વૉટ્સએપ મુજબ, ગેસ્ટ કૉલિંગ દ્વારા થતો કૉલ પણ સંપૂર્ણપણે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. તેનો અર્થ એ છે કે કૉલમાં હાજર લોકો સિવાય કોઈ તૃતીય પક્ષ અથવા ખુદ વૉટ્સએપ પણ તમારી વાતચીત સાંભળી શકશે નહીં. સવાલ 5. શું કોઈપણ વ્યક્તિ સીધી લિંક પર ક્લિક કરીને કૉલમાં જોડાઈ શકે છે? જવાબ: નહીં, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમાં 'વેઇટિંગ રૂમ'નું ફીચર આપવામાં આવ્યું છે. જ્યારે કોઈ ગેસ્ટ લિંક પર ક્લિક કરશે, ત્યારે તે સૌથી પહેલાં વેઇટિંગ રૂમમાં જશે. જ્યારે કૉલનો હોસ્ટ એટલે કે કૉલ શરૂ કરનાર યુઝર તેને મંજૂરી આપશે, ત્યારે જ તે કૉલમાં પ્રવેશી શકશે. સવાલ 6. ગેસ્ટ યુઝર્સ માટે કઈ-કઈ પાબંદીઓ રહેશે? જવાબ: સુરક્ષા અને પ્રાઇવસી જાળવવા માટે ગેસ્ટ યુઝર્સ પર કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે: સવાલ 7. આ નવા ફીચરથી યુઝર્સને શું ફાયદો થશે? જવાબ: સવાલ 8. કેલેન્ડર ઇન્ટિગ્રેશનને લઈને નવું અપડેટ શું છે? જવાબ: મેટાએ જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં વૉટ્સએપ કૉલ માટે ગૂગલ કેલેન્ડર અને આઉટલુક ઇન્ટિગ્રેશન પણ લૉન્ચ કરવામાં આવશે. આ માટે યુઝર્સે વૉટ્સએપ પ્લગઇન ઇન્સ્ટોલ કરીને પોતાનું અકાઉન્ટ કનેક્ટ કરવું પડશે. ત્યાર બાદ તેઓ પોતાના કેલેન્ડર ઇન્વાઇટ્સ સાથે સીધી વૉટ્સએપ કૉલની લિંક મોકલી શકશે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું હોય છે? આ એક એવી સુરક્ષા તકનીક છે જે સુનિશ્ચિત કરે છે કે માત્ર મોકલનાર અને પ્રાપ્તકર્તા જ મેસેજ અથવા કૉલને ઍક્સેસ કરી શકે. વચ્ચેનો કોઈ પણ હેકર, ટેલિકોમ કંપની અથવા ખુદ સેવા આપતી કંપની (વોટ્સએપ/મેટા) પણ તમારી કૉલ કે મેસેજ સાંભળી/જોઈ શકતી નથી.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ EVM-VVPAT વેરહાઉસની મુલાકાત લીધી:ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા અને જાળવણી ચકાસી, અધિકારીઓને સૂચના આપી
    Next Article
    પાકિસ્તાનમાં શાળાની છત ધરાશાયી થતાં 35નાં મોત:તેમાં 34 બાળકો, 1 મહિલા શિક્ષિકા; 6 મહિનામાં શાળા ધરાશાયી થવાની ચોથી મોટી દુર્ઘટના

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment