Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં રાજરંગ નવરાત્રિમાં દેવાયત ખવડે જમાવ્યો રંગ:કહ્યું-જ્ઞાતિના વાડા ભૂલી હિન્દુ બનવાની જરૂર, તો કોઈ ભારત સામે મીટ નહીં માંડી શકે; બધા ગાવા માંડશું તો...

    17 hours ago

    સુરત શહેરમાં આયોજિત ભવ્ય 'રાજરંગ નવરાત્રિ 2.0'માં જાણીતા ડાયરા કિંગ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડે પોતાના બુલંદ અવાજ અને અનોખા અંદાજથી ખેલૈયાને મન મૂકીને ગરબે ઘૂમવા મજબૂર કર્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ ઉત્સવમાં યુવાનો અને પરિવારજનો ખવડના સૂર પર ઝૂમી ઊઠ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડે 'દિવ્ય ભાસ્કર' સાથે ખાસ વાતચીત કરી સંસ્કૃતિ, પરંપરા, સરકારી ગીત અને આજની Gen-Z પેઢી અંગે ખુલ્લા મને દિલચસ્પ સંવાદ કર્યો હતો. ‘હિન્દુ બનતા આવડી જાય તો કોઈની તાકાત નથી કે ભારત સામે મીટ માંડે’ સંવાદ દરમિયાન રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિ અંગે વાત કરતા દેવાયત ખવડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્ઞાતિ-જાતિના વાડા હવે મૂકી દેવાની જરૂર છે. આપણે સૌ પ્રથમ હિન્દુ બનવું પડશે. જો આપણને સાચા અર્થમાં હિન્દુ બનતા આવડી જશે તો વિશ્વમાં કોઈની એવી તાકાત નથી કે ભારત સામે મીટ પણ માંડી શકે. તેમણે ઉમેર્યું હતું કે દીકરીઓ આપણી ધરોહર છે અને જ્યારે સંસ્કારોનું સિંચન થાય ત્યારે જ શિવાજી, મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા સપૂતો પેદા થાય છે. આપણી સંસ્કૃતિ અને ગીતો ભારતની પ્રકૃતિ છે, જેને જીવંત રાખવી જરૂરી છે. એટલા માટે, હું તો ડાયરા કરું છું એ તમે બધા જાણો છો. અને હું ભગવાનને પ્રાર્થના એ કરું કે મારે ડાયરા જ કરવા છે. કારણ કે... તો આપણે બધા ગાવા માંડશું તો સાહિત્ય જાશે ક્યાં? એટલે લોકસાહિત્યને આપણે જીવતું રાખવાનું છે. 'સરકાર ખુશ છે, એટલે વગાડો સરકારી', બોલિવૂડ સોંગ પણ ગાયું કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય 'સરકારી સોંગ'ની ધૂન વાગતાં જ દેવાયત ખવડે માહોલમાં જોશ ભરતાં કહ્યું હતું કે, આપણા સનાતન ધર્મના પટેલ સાહેબને હું કહેતો હતો કે જ્યાં જ્યાં આવા ભવ્ય કાર્યક્રમો થાય છે ત્યાં આપણી સરકાર ખૂબ રાજી છે. જેથી આપણી સરકાર માટે હજી એક વાર વગાડો સરકારી! આ સાથે જ તેમણે સ્ટેજ પરથી લોકપ્રિય હિન્દી ગીત 'દુનિયા ભુલા દુંગા તેરી ચાહત મેં' લલકારીને યુવા ખેલૈયાઓને સરપ્રાઇઝ આપી હતી. દિવ્ય ભાસ્કર: લાગશે વાર પણ આવશે મજા ક્યાંથી આવ્યું? દેવાયત ખવડ: આપણા ગામડાના વડીલો હંમેશાં કહેતા કે 'ધીરજના ફળ મીઠા'. માણસ જીવનમાં જેટલી ધીરજ રાખે એટલું ફળ મીઠું મળે. એટલે કે લાગશે વાર પણ આવશે મજા. પણ ધીરજ રાખો તો મજા બમણી થઈ જાય છે! દિવ્ય ભાસ્કર: તમારો સૌથી ફેવરિટ ગરબો કયો છે? દેવાયત ખવડ: માતાજીના બધા જ ગરબા પ્રિય છે, એમાંથી કોઈ એક અલગ ન તારવી શકાય. છતાં, આ ગરબો મને ખૂબ ગમે છે: કુંકુમના પગલાં પડ્યાં માડીના હેત ઝર્યાં, જોવા લોક ટોળે વળ્યા રે... માડી તારા આવવાના એંધાણે પડ્યા. આજે જ્યારે માતાજી રમવા પધારે ત્યારે આપણી પરંપરાના ગરબા જ ગવાવા જોઈએ. દિવ્ય ભાસ્કર: નવરાત્રિ દરમિયાન તમારું શિડયુઅલ કેવું રહે છે? દેવાયત ખવડ: કલાકારોની જેમ ખેલૈયાનું શેડ્યૂલ પણ એટલું જ વ્યસ્ત હોય છે. સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ પણ આખો દિવસ કામ કરીને સાંજે ઘરમાં ધૂપ-દીવા કરી, પરિવાર સાથે તૈયાર થઈને ગરબે રમવા પહોંચે છે. હું તો કહું છું કે આપણે ખોડલ કે મોગલ માને સાક્ષાત નથી જોયા, પણ નવરાત્રિમાં ગરબે ઘૂમતી 5-7 વર્ષની નાની દીકરીને જોઈ લો તો માની લેવું કે એ જ સાક્ષાત ભગવતી છે! દિવ્ય ભાસ્કર: તમારો ફેવરિટ ખોરાક કયો છે? દેવાયત ખવડ: આપણે તો બાજરાના રોટલા ખાનારા માણસો છીએ, એટલે દેશી ભોજનમાં બધું જ સારું લાગે, એમાં કોઈ બાંધછોડ નહીં! નો કોમ્પ્રોમાઈઝ. દિવ્ય ભાસ્કર: તમને સૌથી વધુ પ્રિય કોણ છે? દેવાયત ખવડ: આપણા માટે 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના છે. મારા માટે બધા જ પ્રિય અને ફેવરિટ છે, તમે પણ મારા ફેવરિટ છો! દિવ્ય ભાસ્કર: સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે સૌથી વધુ કઈ વાતનું ધ્યાન રાખો છો? દેવાયત ખવડ: ખેલૈયાઓ અને ઓડિયન્સને પૂરો આનંદ આવવો જોઈએ. સૌથી મહત્વનું એ છે કે આપણી વાતોમાં ક્યાંય મર્યાદા કે વિવેક ન ચૂકાવો જોઈએ. દિવ્ય ભાસ્કર: શું નવરાત્રિમાં બોલિવૂડ ગીતો ગાવા યોગ્ય છે? દેવાયત ખવડ: જો ગીતો સારા અને વિવેકસભર હોય, જેમાં કોઈ મર્યાદા ન લોપાતી હોય, તો હિન્દી કે બોલિવૂડના ગીતો ગાવામાં કોઈ વાંધો નથી. દિવ્ય ભાસ્કર: આજની Gen-Z પેઢી વિશે તમારું શું માનવું છે? દેવાયત ખવડ: આજની Gen-Z પેઢીને હું હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું. આજના યુવાનોએ જ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ગરબાની પરંપરાને જીવંત રાખવા પૂરા પ્રયાસ કર્યા છે. ગરબા ગ્રાઉન્ડમાં નજર કરશો તો તમને આખી Gen-Z જ ઉત્સાહથી ઘૂમતી દેખાશે. દિવ્ય ભાસ્કર: આ વખતે કઈ-કઈ જગ્યાએ તમારા ગરબા આયોજિત છે? દેવાયત ખવડ: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં અલગ-અલગ સ્થળોએ ગરબાના કાર્યક્રમો છે. દિવ્ય ભાસ્કર: ગુજરાતીઓ માટે કંઈ લલકારવું હોય તો? દેવાયત ખવડ: 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'. ગરબો એ દરેક ગુજરાતીના હૃદયની ધડકન છે. ગુજરાતીઓ પોતે જ એક લલકાર સમાન ખુમારી ધરાવે છે, તેમને કોઈ અલગ લલકારની જરૂર નથી!
    Click here to Read More
    Previous Article
    અટાર પી.કે.ડી. હાઈસ્કૂલમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી:વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે ગરબે ઘૂમી ખુશીઓ માણી; આરતી બાદ અભ્યાસ માટે માર્ગદર્શન અપાયું
    Next Article
    Oppo Reno 17 Design Spotted in Leaked Hands-On Image; Oppo Reno 17 Pro Unlikely to Launch in India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment