Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટાર પી.કે.ડી. હાઈસ્કૂલમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી:વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે ગરબે ઘૂમી ખુશીઓ માણી; આરતી બાદ અભ્યાસ માટે માર્ગદર્શન અપાયું

    18 hours ago

    વલસાડના અટાર પી.કે.ડી. હાઈસ્કૂલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાના પ્રાંગણમાં ધાર્મિક વાતાવરણમાં માતાજીની આરતીનું આયોજન થયું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવથી આરતી ઉતારી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આરતી બાદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન અપાયું. તેમને શિક્ષણનું મહત્વ સમજાવી, મહેનત કરવા અને જીવનમાં સફળતા મેળવવા પ્રેરક માર્ગદર્શન અપાયું. સારા ભવિષ્ય માટે શિસ્ત, મહેનત અને મજબૂત સંકલ્પ સાથે આગળ વધવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળી ગરબા કર્યા. સૌએ પરંપરાગત ગરબાના તાલે ઉત્સાહથી નવરાત્રીની ખુશીઓ માણી. ધાર્મિક આસ્થા, શૈક્ષણિક પ્રેરણા અને સાંસ્કૃતિક પરંપરાના તાલમેલથી શાળાનું પ્રાંગણ નવરાત્રીના રંગે રંગાઈ ગયું. આ આયોજનને કારણે વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર, સંસ્કૃતિ પ્રત્યે લગાવ અને એકતાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું. આખો કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂરો થયો.
    Click here to Read More
    Previous Article
    માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન અને મગફળીની મબલખ આવક:યાર્ડમાં સોયાબીન,સફેદ તલ, કાળા તલ, ધાણા અને મગફળી મબલક આવક ,સોયાબીનના પ્રતિ 20 કિલોના ભાવ 1300 થી 1600 રૂપિયા 15,000 કટ્ટા સાથે વેચાણ જોરમાં,
    Next Article
    સુરતમાં રાજરંગ નવરાત્રિમાં દેવાયત ખવડે જમાવ્યો રંગ:કહ્યું-જ્ઞાતિના વાડા ભૂલી હિન્દુ બનવાની જરૂર, તો કોઈ ભારત સામે મીટ નહીં માંડી શકે; બધા ગાવા માંડશું તો...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment