Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સોલાની સરલ હાઇટ્સમાં શિસ્તબદ્ધ ગરબાનું આયોજન, ખેલૈયાઓ ડીજેના તાલે ઝૂમ્યા, ભક્તિ અને સંસ્કારની ઝલક જોવા મળી

    12 hours ago

    અમદાવાદના સોલા વિસ્તારની સરલ હાઇટ્સ સોસાયટીમાં શારદીય નવરાત્રીના ચોથા નોરતે ગરબા મહોત્સવ યોજાયો. આ ઉત્સવમાં ભક્તિભાવ સાથે શિસ્ત, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી. સોસાયટીના વિશાળ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ડીજેના તાલે પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી. રંગબેરંગી ચણિયાચોળી અને વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ, યુવતીઓ, યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ગરબા મહોત્સવની ખાસિયત તેની શિસ્તબદ્ધ ઉજવણી હતી. વડીલોના માર્ગદર્શન હેઠળ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ થયો. આયોજકોએ સ્વચ્છ, સુરક્ષિત, સંસ્કારસભર વાતાવરણમાં તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો. આગેવાનોએ જણાવ્યું કે, બાળકોને આનંદ સાથે સુરક્ષિત વાતાવરણ અને સારા સંસ્કારો આપવા સૌની જવાબદારી છે. આ ગરબા મહોત્સવ ભક્તિ, એકતા, શિસ્ત અને સંસ્કારનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો.
    Click here to Read More
    Previous Article
    ટીંબડી પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત:દેવધરી ગામના 32 વર્ષીય મહેશ ગોહીલનું સારવાર પહેલાં નિધન, 3 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સ્ટેન્ઝા પોડિયમ પેરેડાઈઝ ખાતે ગરબાની રમઝટ, ચોથી નવરાત્રીની શાનદાર ઉજવણીમાં ભાવિકોએ લીધો આનંદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment